પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: અસદુદ્દીન ઓવૈસી
પહલગામના ગુનેગારો માણસ કહેવાને લાયક નથી: અસદુદ્દીન ઓવૈસી
- Advertisement -
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કાશ્મીરની મુલાકાત દરમિયાન પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરી છે અને પાકિસ્તાનને કડક જવાબ આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે પાકિસ્તાન બીજીવાર કોઈ પગલું ભરતા 100 વાર વિચારે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેનાની આદત જ છે કે તેઓ બીજાનું વાતાવરણ બગાડે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મંગળવારે કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલા અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ઓવૈસીએ કહ્યું, અમે સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે. પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી છે. પહલગામના ગુનેગારો માણસ કહેવાને લાયક નથી.
- Advertisement -
પાકિસ્તાન 100 વાર વિચારે
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, યુએનનો ઠરાવ આપણને કાર્યવાહી કરવાનો અધિકાર આપે છે. પહલગામમાં લોકોને તેમનો ધર્મ પૂછ્યા પછી ગોળી મારી દેવામાં આવી હતી. ભારતે એવી કાર્યવાહી કરવી જોઈએ કે જેથી બીજીવાર આવું કૃત્ય ના કરે. તેમણે વધુમાં કહ્યું કે, જવાબ એવો આપવો કે પાકિસ્તાન 100 વાર વિચાર કરે. પાકિસ્તાની સેના સંબંધો બગાડી રહી છે. પાકિસ્તાની સેના બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવા માંગતી નથી. હવે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં મૂકવું જરૂરી છે.
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી મંગળવારે કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પહલગામ આતંકવાદી હુમલા અંગે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાનને હવે પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. ઓવૈસીએ કહ્યું, અમે સરકારને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા કહ્યું છે. પાકિસ્તાનને જવાબ આપવો જરૂરી છે. પહલગામના ગુનેગારો માણસ કહેવાને લાયક નથી.
‘ઓપરેશન સિંદૂર’ પર અસદુદ્દીન ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા એક્સ પર કહ્યું કે હું અમારી સેનાઓ દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાનું હું સ્વાગત કરું છું. પાકિસ્તાનને કડક પાઠ ભણાવવો જોઈએ જેથી બીજી પહેલગામ ઘટના ફરી ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. જય હિન્દ!
મંગળવારની મધ્યરાત્રિએ ભારતીય સેનાએ રાત્રે 1.30 વાગ્યે પાકિસ્તાનમાં 100 કિલોમીટર સુધી ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો ખાત્મો બોલાવ્યો હતો. રાફેલ વિમાનથી લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના કેમ્પોને નિશાન બનાવ્યા. આ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.