ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે જૂનાગઢ શહેરના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે.જેમાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી આસપાસ સાથે આજે વેહલી સવારથી પવનની ગતિ 15 કિમિ આસપાસ જોવા મળી અને ઠંડા પવનના કારણે ઠંડી યથાવત રહી હતી જયારે બપોરના સમયે 17 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું છે.
ગીરનાર પર્વત પર છેલ્લા બે દિવસથી પવનની ગતિમાં વધારો જોવા મળી રહ્યો છે ગત રોજ પણ રોપ-વે બંધ રહ્યો હતો આજે પણ 80 કિમિ આસપાસ પવન ઝડપ રહેતા રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કંપની તરફથી લેવામાં આવ્યો હતો અને બપોર બાદ જો પવન ગતિ ધીમી પડશે તો રોપ-વે શરુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.શહેરમાં પણ સવારે પવન તેજ ગતિ શરૂ થતા ધૂળની ડમરી ઉડી હતી અને ઠંડા પવનના કારણે ઠંડીનું જોર જોવા મળ્યું હતું.આમ છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાન વધઘટ સાથે વેહલી સવારે ઠંડીનું જોર સાથે પવન ગતિ વધી રહી છે.