ગત વર્ષે જંગલ સફારી 1.95 અને દેવળીયા સફારી 6.88 લાખ સાથે 8 લાખ પ્રવસીઓની મુલાકાત
સાસણ ગિર સિંહ દર્શન 16 જૂનથી 15 ઓકટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ
- Advertisement -
મોનસુનમાં સિંહ સહિત અન્ય વન્ય પ્રાણીઓ માટે બ્રીડિંગ સમયના લીધે સફારી બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢના સાસણ ગીર જંગલમાં મુક્ત મને વિહરતા સિંહ પરિવારને નિહાળવા પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ગીર સેન્ચુરીની મુલાકાતે આવે છે.અને જંગલ સફારી કરીને સિંહ દર્શન સાથે અન્ય વન્ય પ્રાણી નિહાળે છે તેમજ કુદરતી વન્ય જીવ શ્રુષ્ટિનો પર્યટકો આનંદ માણે છે. ત્યારે ગીરમાં વસતા સિંહ પરિવારના દર્શન કરવા દેશ વિદેશથી ખુબ મોટી સંખ્યામાં પર્યટકો પધારે છે અને લાઈન સફારી વિશ્વ વિખ્યાત છે.ત્યારે ચોમાસાની ઋતુમાં એક તરફ જંગલના કાચા રસ્તાના લીધે જંગલ સફારી બંધ કરવામાં આવે છે.તેમજ જંગલમાં વસતા સિંહ સહતી અન્ય વન્ય પ્રાણીઓનો બ્રીડીંગ સમય હોવાને લીધે તા.16 જુના થી 15 ઓકટોબર સુધી એટલે ચાર મહિના સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.આમ સિંહોનું ચાર મહિનાનું વેકેશન જોવા મળે છે.
સાસણ સિંહ દર્શન ચાર મહિના બંધ રાખવાના નિર્ણય બાબતે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ આરાધના સાહૂએ જણાવ્યું હતું કે, ચોમાસાની સીઝનમાં તા.16 જૂન થી પ્રવાસીઓનું આમ તો વેકેશન પડે છે જયારે સિંહો તો જંગલમાં ફરતા હોઈ અને જંગલ સફારી બંધ રાખવાનો નિર્ણય ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન દ્વારા આપવામાં આવે છે.ત્યારે આ ચોમાસાની ઋતુ સમયે સિંહ સહીત જંગલમાં વસતા અન્ય પ્રાણીઓનો બ્રીડીંગ સમય હોઈ છે ત્યારે તેને કોઈ ખલેલ ન પડે તેના પણ સિંહ દર્શન બંધ રખાઈ છે જયારે ગત વર્ષ લાઈન સફારી માટે ખુબ મોટી સંખ્યમાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં જંગલ સફારીમાં 1.95 લાખ જેટલા પ્રવાસીઓ આવ્યા હતા અને દેવળીયા સફારી પાર્કમાં 6.88 લાખ પ્રવાસીઓ સાથે અમરેલી આંબરડી સફારી પાર્કમાં 62 હજાર જેટલા પ્રવાસીઓએ સાથે કુલ 8 લાખ જેટલા પર્યટકોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો આમ દિવસે દિવસે વન વિભાગ દ્વારા સિંહ દર્શન માટે તેહવારો સમયે જીપ્સીની ટ્રીપ વધારી દેવામાં આવે છે. તેની સાથે દેવળીયા સફારી પાર્કમાં પણ બસનો વધારો કરાય છે.જેના લીધે દૂર દૂર થી આવતા પ્રવાસીઓ સિંહ દર્શન વધુ કરી શકે અને વન વિભાગ દ્વારા 100 ટકા ઓન લાઈન બુકીંગ સુવિધાના લીધે પ્રવાસીઓમાં વધુ ઘસારો જોવા મળે છે તે ખુશીની વાત છે.
- Advertisement -
જયારે જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળના સીસીએફ આરાધના સાહૂ એ વધુ જણાવ્યું હતું કે, ચાર મહિના પ્રવાસીઓ માટે બંધ છે પણ વન વિભાગ ચોમાસાની દરમિયાન જંગલ સફારી રૂટ સહીત જ્યાં જ્યાં સિંહો વસવાટ કરે છે તેની દેખ રેખ રાખવાની સાથે જંગલ સફારી રૂટ પર વન વિભાગને લગત કામગીરી કરવામાં આવતી હોઈ છે. અને સફારીનું મેન્ટેનન્સ કાર્ય અને સિંહનો પ્રજનન કાળ હોવાથી આ સમયગાળામાં પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે.ત્યારે હવે પ્રવાસીઓ માટે 16 ઓકટોબરના ફરી જંગલ સફારી ખુલશે જયારે દેવળીયા સફારી પાર્ક અને અમરેલી આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.
દેવળીયા સફારી પાર્ક ખુલ્લો રહેશે: બુકિંગ ઑનલાઈન થશે
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને આગામી તા.16 જૂનથી 4 માસ માટે ગીર અભયારણ્ય ખાતેનું ગિર ઇકો ટુરિઝમ ઝોન (નિયત કરેલ રૂટ ઉપર) બંધ રાખવામાં આવશે. તા. 16 જુન 2024 થી 15 ઓક્ટોબર 2024 સુધી મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવેલ છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, પ્રવાસીઓ માટે ગીર પરિચય ખંડ દેવળીયા (દેવળીયા સફારી પાર્ક) ખુલ્લુ રહેશે.આ સફારી પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે. તેમ સાસણ ગીરના વન્યપ્રાણી વિભાગ નાયબ વન સંરક્ષક એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.