પોલીસે વાડીના માલિક ઉદયસિંહ દેવરા સહિત 2ની ધરપકડ કરી: 4 ફરાર
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.19
ગીર સોમનાથ જિલ્લામાં દારૂૂબંધીના કડક અમલ માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા એલસીબી બ્રાંચ અને ગીરગઢડા પોલીસે અલગ-અલગ સ્થળોએથી કુલ રૂૂ.7 લાખનો વિદેશી દારૂૂ જપ્ત કર્યો છે. એલસીબી બ્રાંચના પીઆઈ અને સ્ટાફને મળેલી બાતમીના આધારે પડાપાદર ગામે ઉદય ભાવુભાઈ દેવરાની વાડીમાં દરોડો પાડ્યો હતો. એક બંધ ઓરડીમાંથી 123 પેટી વિદેશી દારૂૂ મળી આવ્યો હતો. જેમાં સીલપેક 5904 બોટલ નંગ સાથે દારૂૂની કિંમત રૂૂ.5.90 લાખ છે. પોલીસે ઉદયસિંહ દેવરા સહીત 2 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 4 આરોપી ફરાર થયા છે.
- Advertisement -
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂૂપે જુગાર-પ્રોહિબિશનની ગેરકાયદે પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના અનુસાર સંયુક્ત બાતમી હકીકત આધારે ગીરગઢડા પો.સ્ટે.ના આથમણા પડ ગામની પાણખાણ નામની સીમમાં વાડી વિસ્તારમાં પ્રોહિબીશન અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂૂધ્ધ ગીર ગઢડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. આ કામગીરી એલ.સી.બી. પો.ઇન્સ. એમ.વી. પટેલ, પો.સબ ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. પીઠરામભાઇ જેઠવા, રામદેવસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચાવડા, પો.હેડ કોન્સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા તથા પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ, પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્સ. રાજેન્દ્રસિંહ બારડ, ડ્રા.એ.એસ.આઇ. નારણભાઇ ચાવડા તથા નિલેશગીરી નિમાવત સહિતનાઓએ કરી હતી.