ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત 7 નેવલ યુનિટ દ્વારા સીએટીસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ઉત્કર્ષ વાજાને કેપ્ટન કેડેટ તથા ડોડેજા શાલિની દેવીને બેસ્ટ વિંગ તરીકે જાહેર કરવામાં આવ્યાં. ઉપરાંત કોલેજની ગઈઈ ટીમને બેસ્ટ આદ્યાત્મિક ટીમની ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી. સરકારી વિજ્ઞાન કોલેજ વેરાવળના આચાર્ય ડો. સ્મિતા બી. છગે વિદ્યાર્થીઓની આ સિદ્ધિને બીરદાવતા અભિનંદન પાઠવ્યા હતાં.
ગીર સોમનાથ: ગુજરાત 7 નેવલ યુનિટ દ્વારા સીએટીસી કેમ્પનું આયોજન

TAGGED:
CATCcamp, GIRSOMNATH, NavalUnit
Follow US
Find US on Social Medias


