રાજ્યના તમામ અભ્યારણો 15 ઓકટોબર સુધી પર્યટકો માટે બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રાજ્યમાં આજથી એટલે કે 15 જૂનથી ચાર માસ માટે 15 ઓક્ટોબર-2025 સુધી રાજ્યના તમામ અભ્યારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે.ગુજરાતમાં એશિયાટિક સિંહોનું ઘર ગણાતા સાસણ ગીર અભયારણ્યમાં હવે વનરાજાનું વેકેશન શરૂ થયું છે, જેના કારણે તારીખ 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રખવામાં આવે છે.
- Advertisement -
ગીર અભયારણ્ય 15 જૂનથી 16 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ સમયગાળો સિંહ પ્રજાતિનો સંવનન કાળ ગણાય છે. અને ચોમાસા દરમિયાન જંગલના કાચા રસ્તાઓની સ્થિતિ પણ બગડી જાય છે. ગીર જંગલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પ્રવાસીઓ બે સ્થળેથી સિંહ દર્શન કરી શકે છે. દેવળિયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. તેમાં પ્રવાસીઓને જીપ્સીની સુવિધા પણ મળી રહે છે. 2024-25ના વર્ષમાં અત્યાર સુધીમાં 8.50 હજાર પ્રવાસીઓએ સિંહદર્શન કર્યું છે. પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સિંહોના સંવનન કાળમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે જંગલ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. આ નિર્ણય વન્યજીવ સંરક્ષણની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચોમાસાની સિઝનમાં સિંહ સહીત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન પડે છે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે. ચોમાસાની સીઝનમાં સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે.



