વર્ક ફ્રોમ હોમના આ સમયમાં આપણામાંથી કદાચ જ કોઈ એવુ હશે કે જેની પાસે લેપટોપ નહીં હોય. જો તમે એક લેપટોપ યુઝર છો તો તમારી સાથે ઘણી વખત એવુ થતુ હશે કે અચાનક લેપટોપ સ્લો થાય અને પછી હેન્ગ થવા લાગે. આ ટીપ્સને ફૉલો કરો તમારું લેપટોપ હેન્ગ થવાની સમસ્યામાંથી છૂટકારો મળી જશે.
- Advertisement -
લેપટૉપના અપડેટ પર ધ્યાન આપો
જો તમારા લેપટૉપના ઓપરેટિંગ સિસ્ટમમાં વારંવાર સમસ્યા આવી રહી છે તો સૌથી પહેલા તમારા લેપટૉપને અપડેટ કરો. સેટીંગ્સમાં જઇને અપડેટ ચેક કરો અને લેટેસ્ટ અપડેટ મેળવો. જેનાથી લેપટૉપ ફ્રીઝ નહીં થાય અને આ સમસ્યામાંથી તમે બચી શકો છો.
- Advertisement -
રીસ્ટાર્ટ ઑપ્શનનો કરો ઉપયોગ
ઘણા બધા યુઝર્સ ગણા દિવસો સુધી પોતાના લેપટૉપને રીસ્ટાર્ટ કરતા નથી. લેપટૉપ અનેક વખત આપોઆપ સ્લીપ મોડમાં જતુ રહે છે, પરંતુ જે ટાસ્ક તમે બંધ ના કર્યા હોય તે બેકગ્રાઉન્ડમાં ચાલતા રહે છે.
એન્ટી-વાયરસનો ઉપયોગ આવશ્ય કરો
જો તમારું લેપટૉપ અપડેટેડ છે, પરંતુ ત્યારબાદ પણ તે સ્લો ચાલી રહ્યું છે અને હેન્ગ કરીને કામ કરી રહ્યું છે તો એવુ હોઇ શકે છે કે તમારા લેપટોપમાં કોઈ વાયરસ હોય. એવામાં જરૂરી છે કે તમે એન્ટી-વાયરસને ડાઉનલોડ કરો અને પોતાના લેપટૉપને વાયરસ માટે સ્કેન કરો.
બિનજરૂરી એપ્સને ડિલીટ કરો
તમારા લેપટૉપમાં અનેક એવી એપ્સ હોઇ શકે છે, જેનો તમે ઉપયોગ પણ કરતા નહી હોય. લેપટોપના કંટ્રોલ પેનલમાં જઇને તમે પસંદ કરી શકો છો કે એવા કયા એપ્સ છે, જેની તમને જરૂર નથી અને પછી તેમને ડિલીટ કરી શકો છો. તમે કેટલીક એપ્સને અનઈન્સ્ટોલ પણ કરી શકો છો.