આ મશીન મગજમાં ઈલેકટ્રીક તરંગો મોકલી દારૂ, ડ્રગ્સ સહિતના નશાની તલબ ઘટાડી નાખશે
કેમ્બ્રિજ ઓકસફર્ડ અને કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિક આ નવી ટેકનીકથી લઈને એક કિલનિકલ ટ્રાયલ શરૂ
- Advertisement -
બ્રિટનમાં ડોકટર હવે દારૂ અને ડ્રગ્સની લતથી છૂટકારો અપાવવા દર્દીઓનાં મગજમાં એક ખાસ મશીન લગાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ટેકનિકને ડીપ બ્રેઈન સ્ટિમ્યુલેશન કહેવામાં આવે છે. જે મસ્તિષ્કમાં ઈલેકટ્રીક તરંગો મોકલીને નશાની તલબને ઘટાડવાનું કામ કરશે. કેમ્બ્રિજ ઓકસફર્ડ અને કિંગ્સ કોલેજ લંડનના વૈજ્ઞાનિક આ નવી ટેકનીકથી લઈને એક કિલનિકલ ટ્રાયલ શરૂ કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં દર્દીનાં મગજમાં એક પાતળી ઈલેકટ્રોડ લગાવવામાં આવશે જેને છાતીમાં લાગેલા પેસમેકર સાથે જોડવામાં આવશે. આ પેસમેકર મગજમાં હળવુ ઈલેકટ્રીકલ સિગ્નલ મોકલશે જેથી દર્દીની આત્મ-નિયંત્રણ ક્ષમતા વધશે અને નશાની આદત પર કાબુ આવશે.
આ રીતે થશે ટ્રાયલ:
આ ટ્રાયલમાં કુલ 12 દર્દીઓને સામેલ કરવામાં આવશે જેમાં 6 દારૂના વ્યસની અને 6 ડ્રગ્સનાં વ્યસની હશે. પસંદગી કરેલા દર્દીઓમાં ઓછામાં ઓછા પાંચ વર્ષથી નશાની આદત હોવી જોઈએ અને તે ત્રણ વાર સારવાર કરાવવા પછી પગ ફરી નશાના શિકાર બન્યા હોય આ દર્દીઓએ પહેલા દવાઓ અને થેરાપીથી સારવાર કરાવી લીધી હોય.
આ રીતે કામ કરશે ‘બ્રેઈન પેસમેકર’:
દર્દીનાં મગજમાં એ ભાગમાં ઈલેકટ્રોડ લગાવવામાં આવશે. જે ઈનામ પ્રણાલી (રિવોર્ડ સીસ્ટમ) પ્રેરણા (મોટીવેશન) અને નિર્ણય લેવા (ડિસીઝન મેકીંગ) સાથે જોડાયેલુ હોય ઈલેકટ્રોડને છાતીમાં લાગેલા એક પેસમેકર સાથે જોડવામાં આવશે. આ પેસમેકર હળવા ઈલેકટ્રીકલ સિગ્નલ મોકલશે જેથી નશાની તલબ અને બેચેની ઓછી થશે.
- Advertisement -
દુનિયામાં 28.4 કરોડ લોકો નશાની લતમાં
દુનિયામાં 28.4 કરોડથી વધુ લોકો નશાની ચુંગાલમાં ફસાયેલા છે.
15થી64 વર્ષના લોકો કરી રહ્યા છે. નશીલા પદાર્થોનું સેવન.