બંગાળની ખાડીમાં બે દિવસમાં વધુ એક લો-પ્રેશર સર્જાશે
સૌરાષ્ટ્ર કરતા ગુજરાત રિજિયનમાં વધુ વરસાદ પડશે
જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તા.10 સપ્ટેમ્બર સુધીની આગાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાતમાં ત્રણેક દિવસનાં વિરામ બાદ ફરી મેઘસવારી શરૂ થઈ છે અને તા.10 સપ્ટેમ્બર સુધી આખુ સપ્તાહ વરસાદ વરસવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં ચોમાસું પરિબળો વિશે કહ્યું કે પૂર્વ વિદર્ભ અને તેના નજીકનાં તેલંગાણા પર સર્જાયેલુ ડીપ્રેશન પશ્ચિમી ઉતર પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે. જોકે, વિદર્ભનાં મધ્યભાગો તથા આસપાસ નબળુ પડીને વેલમાર્ક લો-પ્રેસરમાં પરિવર્તીત થઈ ગયુ છે આજે તે વિદર્ભ અને નજીકમાં આવેલા પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ઉતર પશ્ચિમ બાજુ આગળ વધશે વધુ નબળુ પડીને લો-પ્રેસરમાં પરિવર્તીત થઈ જવાની સંભાવના છે.
ચોમાસુ ધરી જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસમાં આવેલા વેલમાર્ટ-લો-પ્રેસરના સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ થઈને દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ-મમ્ય બંગાળની ખાડી સુધી લંબાય છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલમાં 5.8 કીમીના લેવલ પર છે. ઉપરાંત મધ્ય પાકિસ્તાન તથા તેને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર 1.5 થી 3.1 કીમીના લેવલે એક અપર એર સાયકલોનીક સરકયુલેશન છે.
- Advertisement -
આ સિવાય 3.1 કીમીનાં લેવલમાં એક બહોળુ સરકયુલેશન આંધ્રપ્રદેશથી ગુજરાત સુધી ફેલાયેલુ છે. દરીયાની સપાટીએ ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉતર કેરળના દરીયાકાંઠા સુધી છે. 5મી સપ્ટેમ્બર આસપાસ મધ્ય પશ્ચિમ અને લાગુ ઉતર પશ્ચિમ બંગાળની ખાડીમાં નવુ લો-પ્રેસર પણ સર્જાવવાની સંભાવના છે.
તા.3 થી 10 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રીજીયનમાં અઠવાડીયાના આ સમયગાળામાં વરસાદના એક કરતા વધુ રાઉન્ડની શકયતા છે.મોટાભાગનાં દિવસોમાં ઠીક-ઠીક વ્યાપક હળવો-મધ્યમ તથા ભારે વરસાદ થવાની સંભાવના છે. અમુક સીમીત વિસ્તારોમાં વધુ ભારે વરસાદની શકયતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ માટેની આગાહીમાં તેઓએ કહ્યુ કે આગાહીનાં સમયગાળામાં છુટાછવાયા ઝાપટા અને હળવો-મધ્યમ વરસાદ થઈ શકે છે.
અમુક દિવસ સીમીત વિસ્તારમાં ભારે કે વધુ ભારે વરસાદની સંભાવના છે.ગુજરાત રીજીયનને અડીને આવેલા સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં અન્ય ભાગો કરતા વધુ વ્યાપક વરસાદની શકયતા છે. રાજયભરમાં તા.4-5 સપ્ટેમ્બર અર્થાત બુધ-ગુરૂવારે પવનનું જોર વધુ રહેવાની શકયતા છે.