રોગનો ઈલાજ સંભવ પણ મોંઘો : એક ઈન્જેકશનના 20 હજાર તેવા 13 લેવા પડે : સારવાર મોંઘી હોઈ મહારાષ્ટ્રનાં ડે.સી.એમ પવારની વિનામુલ્યે સારવારની જાહેરાત
મહારાષ્ટ્રમાં પૂણેમાં ઝુલીયન બેરે સિન્ડ્રોમ (જીબીએસ) બિમારીથી હાહાકાર મચી ગયો છે. આ બિમારીએ બે દર્દીના જીવ લીધા છે. જયારે દર્દીઓની સંખ્યા વધીને 101 થઈ ગઈ છે. આ બિમારીની સારવાર એટલી મોંઘી છે કે તેના એક ઈન્જેકશનની કિંમત 20 હજાર રૂપિયા છે. હવે આ દુર્લભ બિમારીથી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું મોત થયુ છે. તે કેટલાંક દિવસ પહેલા સોલાપુર જિલ્લાનાં પોતાના ગામમાં હતા ત્યારથી તેને ઝાડા થઈ ગયા હતા. નબળાઈ વધવાથી તેને સોલાપુરની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ થયા તો તપાસમાં તેમને ખતરનાક દુર્લભ બિમારી જીબીએસ લાગુ પડી હતી.
- Advertisement -
શનિવારે તબિયત સ્થિર થયા બાદ સીએને આઈસીયુમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. થોડીવાર બાદ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને તેમનું મૃત્યુ થયુ હતું. આ પહેલા આ રોગથી પીડીત એક 64 વર્ષિય મહિલાનું હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતું. પૂણેમાં અત્યાર સુધીમાં 101 કેસ બહાર આવ્યા છે. જેમાં 16 વેન્ટીલેટર પર છે. કેન્દ્રે તપાસ માટે એક ટીમને પૂણે મોકલી છે. જીબીએસ જેવી દુર્લભ પરંતુ ઉપચાર થઈ શકે તેવી સ્થિતિથી પીડીત 16 દર્દી હાલ વેન્ટીલેટર પર સપોર્ટ પર છે. લક્ષણો પરના 19 માંથી 9 ઓછી વયના છે. જયારે 50-80 વર્ષની વયના 23 કેસ છે.
હોસ્પીટલમાં દાખલ દર્દીઓનાં પરીક્ષણથી જૈવિક નમ્રતામાં કેમ્પીલોબેકટર જેજુની બેકિટેરીયાનો પતો લાગ્યો છે સી જેનુની દુનિયાભરમાં જીબીએસનાં લગભગ એક તૃતિયાંશ મામલાનું કારણ બને છે અને સૌથી ગંભીર સંક્રમણો માટે પણ જવાબદાર છે.
આ બીમારીએ અમેરિકાના પ્રમુખનો જીવ લીધો
- Advertisement -
ગુઈલેન બેર સિન્ડ્રોમની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વૈશ્વિક સ્તરે, તેનાથી પ્રભાવિત લગભગ 7.5% લોકો મૃત્યુ પામે છે. ગુઈલેન બેરે સિન્ડ્રોમ એક દુર્લભ રોગ છે, કારણ કે દર વર્ષે આ રોગ એક લાખ લોકોમાંથી એક કે બે લોકોમાં જોવા મળે છે. આ રોગ અમેરિકાના પૂર્વ પ્રમુખ ફ્રેન્કલિન ડી રૂઝવેલ્ટનું મૃત્યુ પણ કારણ બન્યો હતો. ખરેખર આ રોગને કારણે રૂઝવેલ્ટ લકવાગ્રસ્ત થઈ ગયા હતા. તેની કમર નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો. પરંતુ તે સમયે એવું કહેવામાં આવતું હતું કે રૂઝવેલ્ટનું મૃત્યુ પોલિયોથી થયું હતું. પરંતુ પાછળથી થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તેમના મૃત્યુનું કારણ ગુઈલેન બેરે સિન્ડ્રોમ હતું.
પેરુમાં ઈમરજન્સી લાદવી પડી
અહેવાલો અનુસાર, 2023માં પેરુમાં ગુઈલેન બેરે સિન્ડ્રોમે તબાહી મચાવી હતી. આનો સામનો કરવા માટે, ત્યાંની સરકારે 90 દિવસ માટે આરોગ્ય ઈમરજન્સી લાદવી પડી હતી.
તેના લક્ષણો શું છે?
ગુઈલેન બેર સિન્ડ્રોમ સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇથી શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના શરૂઆતના લક્ષણો આ હોઈ શકે છે.
હવે જાણો શું છે ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)ના લક્ષણો ?
ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)સામાન્ય રીતે હાથ અને પગમાં કળતર અને નબળાઇ સાથે શરૂ થાય છે. આ લક્ષણો ઝડપથી ફેલાઈ શકે છે અને લકવોમાં ફેરવાઈ શકે છે. તેના પ્રારંભિક લક્ષણો નીચે પ્રમાણે હોઈ શકે છે.
- હાથ, પગ, પગની ઘૂંટી અથવા કાંડામાં કળતર
- પગમાં નબળાઈ
- ચાલવામાં નબળાઈ, સીડી ચડવામાં મુશ્કેલી
- બોલવામાં, ચાવવામાં કે ખોરાક ગળવામાં મુશ્કેલી
- બેવડી દ્રષ્ટિ અથવા આંખો ખસેડવામાં મુશ્કેલી
- તીવ્ર દુખાવો, ખાસ કરીને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો
- પેશાબ અને શૌચમાં સમસ્યા
- શ્વાસ લેવામાં તકલીફ
ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) સિન્ડ્રોમના લક્ષણો ઝડપથી વધે છે અને લકવો થઈ શકે છે. આ સ્થિતિ બે અઠવાડિયામાં તેની ટોચ પર પહોંચી શકે છે.
આવો જાણીએ આ સિન્ડ્રોમના કેટલા પ્રકાર છે?
- એક્યુટ ઇન્ફ્લેમેટરી ડિમાયલીનેયેટિંગ પોલીરેડીક્યુલોન્યુરપૈથી (AIDP): આ ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)નું સૌથી સામાન્ય સ્વરૂપ છે, જે ઉત્તર અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ જોવા મળે છે. આમાં નર્વસ સિસ્ટમના સ્તર (માયલિન) માં સોજો આવે છે. આ પ્રકારનું સૌથી સામાન્ય લક્ષણ પગથી ઉપર તરફ વિસ્તરેલા સ્નાયુઓની નબળાઈ છે.
- મિલર ફિશર સિન્ડ્રોમ (MFS): તેની અસર સૌ પ્રથમ આંખોમાં જોવા મળે છે. આંખોમાં બળતરા અને દુખાવો થાય છે. આ સિન્ડ્રોમ મુખ્યત્વે એશિયામાં જોવા મળે છે.
- એક્યુટ મોટર એક્સોનલ ન્યુરોપૈથી અને એક્સોનલ ન્યુરોપૈથી: આ બે પ્રકારો ચીન, જાપાન અને મેક્સિકોમાં વધુ સામાન્ય છે, પરંતુ ઉત્તર અમેરિકામાં તેમની ઘટનાઓ ઓછી છે.
હવે જાણો શું છે ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) ના કારણો શું છે?
ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) શા માટે થાય છે તે વિશે હજી વધુ સ્પષ્ટતા નથી. પરંતુ આ સામાન્ય રીતે કેટલાક ચેપ પછી જોવા મળે છે. એવું જોવામાં આવ્યું છે કે, ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) ઘણીવાર શ્વસન અથવા પાચન તંત્રના ચેપ પછી દેખાય છે.
આવો જાણીએ ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS)થી બચવાના ઉપાયો ?
- ગુલેન બેરી સિન્ડ્રોમ (GBS) માટે કોઈ ચોક્કસ ઈલાજ નથી પરંતુ તેના લક્ષણો ઘટાડવા અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સારવાર છે.
- પ્લાઝ્મા એક્સચેન્જ: આમાં પ્લાઝ્મા માટે લોહીની આપલેની પ્રક્રિયા સામેલ છે, જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને રાહત આપે છે.
- ઇમ્યુનોગ્લોબ્યુલિન થેરાપી: આમાં રોગપ્રતિકારક તંત્ર સામે કામ કરતા એન્ટિબોડીઝનો ડોઝ આપવામાં આવે છે, જે ચેતા કોષોને વધુ નુકસાનથી બચાવે છે. આ સિવાય પેઈન કિલર અને ફિઝિયોથેરાપીની પણ સલાહ આપવામાં આવે છે.