વડાપ્રધાનાનાં કાર્યક્રમ પહેલા આપનાં નેતાની પણ અટક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પઘારી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમ પહેલા એનસીપીનાં મહિલા નેતા અને આમ આદમી પાર્ટીનાં નેતાની અટક કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જૂનાગઢ આવી રહ્યાં છે.બપોરનાં જાહેરસાભને સંબોધન કરશે.જૂનાગઢમાં વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનનાં કાર્યક્રમ પહેલા એનસીપીનાં મહિલા નેતા રેશ્માબેન પટેલ તેમજ આમ આદમી પાર્ટીનાં ચેતન ગજેરાની અટક કરવામાં આવી હતી. બન્ને નેતાની પોલીસને અટક કરી બેસાડી દીધા હતાં. બન્ને નેતાએ આ અટકનો વિરોધ કર્યો હતો. તેમજ તુષાર સોજીત્રાએ જણાવ્યું હતું કે,આજે સવારથી અમારી અટક કરી છે. માંગવા છતા કોઇ અટક મેમો આપવામાં આવ્યો નથી.