રાજકોટ સાયબર ક્રાઈમની ટીમે ફેસબુક, ગૂગલ અને
જીમેઇલ દ્વારા તપાસ કરી યુપીના હૈદરઅલીને ઝડપી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના વિડીયો ફેસબુક પર મૂકી વૃધ્ધાશ્રમની સેવાના નામે છેતરપીંડી આચરતાં યુપીના હૈદરઅલીને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો હતો. ગઠિયાએ 8 લાખનું દાન મેળવી લીધું હોવાનું ખુલતાં પોલીસે જે લોકો વૃધ્ધાશ્રમની સેવાના નામે ભોગ બન્યાં છો તો રાજકોટ સાયબર ક્રાઈમનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવવા અપીલ કરી હતી.
શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેંદ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ અને એસીપી સી.એમ.પટેલ દ્વારા સાયબર ક્રાઇમ ફોડના ભોગ બનનાર નાગરીકો દ્વારા કરવામાં આવેલ ફરીયાદની ઉંડાણ પુર્વક તપાસ કરી ઓનલાઈન છેતરપીંડી કરનારાઓને પકડવા માટેની આપેલ સૂચનાથી આરોપીએ ફેક (ખોટુ) ફેસબુક આઇ.ડી સુભાષ વૃધ્ધાશ્રમ ના નામે બનાવી જેની ફેસબુકની લીંક જે દીકરાનુ ધર વૃધ્ધાશ્રમ સંસ્થાના સેવાકાર્યના વિડીયો સોશીયલ મીડીયામાથી મેળવી તે વિડીયોની ઉપર કયુઆર કોડ રાખી લોકોને દાન કરવા જણાવી ફ્રોડ આચરતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો.
જે બાદ સાયબર ક્રાઇમ પીઆઈ આર.જી.પઢીયાર અને ટીમે ફેસબુક, ગુગલ તેમજ જી-મેઈલ અને અલગ અલગ મોબાઈલ નંબરોની તેમજ બેંક એકાઉન્ટની માહીતી મેળવી જેમા આરોપીએ ફેક (ખોટુ) ફેસબુક આઇડી સુભાષ વૃધ્ધાશ્રમના નામનું બનાવી તેમા દીકરાનુ ધર વૃધ્ધાશ્રમના ઓફીશીયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટમાથી વિડીયો મેળવી વિડીયોની ઉપર કયુઆર કોડ રાખી લોકોને દાન કરવા જણાવી નાણા પોતાના બેંક એકાઉન્ટમાં મેળવનાર શખ્સ હૈદર અલી જીંદા (રહે.જંઘેરી શામલી ઉત્તર પ્રદેશ)ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ઉપરાંત પોલીસે જાહેર અપીલ કરી હતી કે, આરોપીએ દીકરાનુ ધર વૃધ્ધાશ્રમ સંસ્થાના સેવાકાર્યના વિડીયો સોશીયલ મીડીયામાથી મેળવી તે વિડીયોની ઉપર કયુઆર કોડ રાખી લોકોને દાન કરવા જણાવી કુલ રૂ.8 લાખથી વધુની રકમ પોતાના એકાઉન્ટમાં મેળવેલ હોવાનું તપાસમાં ખુલ્યું હતું. કોઈ પણ લોકોએ આ ફેસબુક પેજ પર મુકેલ કયુઆર કોડમાં પેમેન્ટ કરી દાન કરેલ હોય તો તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ નોંધાવવા અપીલ કરી હતી.