પ્રસ્તુત તસ્વીરમાં શહેરના સૌથી વધુ ધમધમતા એવા રૈયા સર્કલ પર લોકોની ભીડ જોવા મળે છે. અહીં મજૂર વર્ગ જેમ કે કડીયા કામ, પ્લમ્બર કામ સહિતના નાના મોટા પરચુરણ કામની શોધમાં રોજ આવે છે. મોટા ભાગના કોન્ટ્રાક્ટર અહીંથી મજૂર લઇ જઇ પોતાની સાઇટ પર કામ કરાવે છે. આ તસવીરને જોતા એવુ લાગે છે કે અહીં બેરોજગારીની બજાર ભરાઇ છે. રોજ સવારે 8થી 9:30 વાગ્યા સુધી અહીં મજૂરોનો મેળાવડો જોવા મળે છે. બીજી બાજુ શહેરના મહત્વના સર્કલ પર રોજ હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થઇ રહ્યા હોય છે ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ મજૂર વર્ગ માટે કઇ અલગ વ્યવસ્થા તંત્રએ કરવી જોઇએ તેવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે. આ ઉપરાંત અહીં આટલા મોટી સંખ્યામાં મજૂરો કામની શોધમાં આવે છે ત્યારે કેટલી બેરોજગારી છે તેની વાસ્તવિકતાનો પણ ખ્યાલ આવે છે.
રૈયા સર્કલ પર મજૂરોનો મેળાવડો કે બેરોજગારીની બજાર ? : રોજ સવારે કામની શોધમાં મજૂરો અહીં થાય છે એકઠા

Follow US
Find US on Social Medias