ત્રસ્ત ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
- Advertisement -
રાજ્ય સરકારની વિકાસની વાતો વરસાદની સીઝનમાં જ ખુલ્લી પાડવા લાગી છે ત્યારે ઠેર ઠેર ગાબડાં અને રોડ પર પડતાં ભૂવાઓને લીધે તંત્રની પણ પોલ ખુલ્લી પડતી નજરે પડે છે ત્યારે મૂળી તાલુકાનાં ગઢડા ગામે ગટરના અભાવે વરસાદી સિઝનમાં રોડ પર પાણીનો ભરાવો થાય છે અને બાદમાં કાદવ કિચડનું સામ્રાજ્ય પણ જામે છે. દર વર્ષે આ પ્રકારની ગંદકીને લઈને ગ્રામજનો ચોમાસાની સીઝનમાં ત્રસ્ત થઈ જાય છે.
રોડ પર કાદવ અને કીચડ હોવાથી ગામની મહિલાઓને ચાલીને નીકળવું પણ મુશ્ર્કેલ બને છે ત્યારે આ પ્રકારના ગંદકી ભર્યા વાતાવરણમાં રોગચાળાનો ભય પણ સતત સાત તો રહે છે તેવામાં હાલ ચાંદીપુરા વયરસે પણ દેખા દીધી છે ત્યારે ગ્રામજનો સતત રોગચાળા ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. ગઢડા ગામનું આ પ્રકારે વાતાવરણ હોવાથી ગ્રામજનો દ્વારા ચેલા કેટલાય સમયથી સરપંચ અને તલાટીને રજૂઆત કરાઇ છે પરંતુ ગ્રામજનોને કોઈ ગઠતું નહિ હોવાના પણ આક્ષેપ કર્યા છે જેથી ન છૂટકે ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ગામની દુર્દશા બાબતે લેખિત રજૂઆત કરી કોઈ તત્કાલીન નિર્ણય લાવવા માંગ કરી છે.



