જૂનાગઢમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ ભાજપ કે હાર્દિક પટેલનું નામ લીધા વિના નિશાન સાધ્યું
ભારતનું વિભાજન દુનિયાનું સૌથી મોટું લેન્ડ જેહાદ હતું : પુષ્પેન્દ્ર
- Advertisement -
જૂનાગઢમાં નુપુર શર્માનાં સમર્થનમાં લોકોને સંકલ્પ લેવડાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનનાં મુખ્ય વકતા રાષ્ટ્રવાદી પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી હતાં. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાત્રીનાં 9 વાગ્યે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો અને 11:30એ વ્યાખ્યાન પૂર્ણ થયું હતું. ત્યા સુધી લોકો કાર્યક્રમમાં જોડાયેલા રહ્યાં હતાં. વ્યાખ્યાન દરમિયાન ભારત માતા કી જયના નારા લાગતા રહ્યાં હતાં. વકતા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ પોતાની શૈલીમાં કહ્યું હતું કે,દેશમાં જૂનાગઢને ભેળવવાની જવાબદારી સરદાર પટેલની હતી. તેણે તે કરી બતાવ્યું હતું. ભારતનાં ભાગલા શું કામ થયા ?. ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવામાં આવે છે.કોઇ નેતા સાચુ બોલતા નથી. વિભાજન અંગ્રેજો અને કોંગ્રેસનાં કારણે થયું તેવું કહેવામાં આવે છે. નેતાઓનાં આવા સ્વાર્થથી રાષ્ટ્ર ભ્રમીત થઇ રહ્યો છે. રાષ્ટ્રથી મોટું કોઇ નથી. રાષ્ટ્ર ઉપર ભાષણ આપવું સરળ છે. 48 કલાકથી દેશમાં રાષ્ટ્રવાદીઓનાં મો સીવાઇ ગયા છે. નુપુર શર્માએ સત્ય કહ્યું છે. લોકો શપથ લે કે નુપુર શર્માનાં સાથે છીએ. સનાતનીઓ તેની સાથે ઉભા છે. નુપુર શર્મા વિવાદમાં સનાતનીઓ માફી નહી માંગે.તેમજ વધુમાં પુષ્પેન્દ્રજીએ ભાજપ અને હાર્દિક પટેલનું નામ લીધા વિના કહ્યું હતું કે, ગુજરાતમાં હમણા કચરો લીધો છે અને ઘરની લક્ષ્મી નુપુર શર્માને બહાર કરી દીધી છે.ભારતનું વિભાજન ધર્મનાં નામ ઉપર થયું હતું. એટલું જ નહી ભારતનું વિભાજન દુનિયાનું સૌથી મોટું લેન્ડ જેહાદ હતું. અનેક ધર્મ થયા અને તેનો અંત આવ્યો. પરંતુ સનાતન ધર્મનો જન્મ નથી થયો. દુનિયામાં સનાતન ધર્મ અંત સુધી રહેશે.સનાતનમાં પાંચ તત્વ છે અને બ્રહ્માંડની ઉત્પતીથી પાંચ તત્વ છે. બાદ પાંચ તત્વનું મહત્વ વૈજ્ઞાનીક તથ્યો સાથે સમજાવ્યું હતું. વકફ બોર્ડ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, વકફ બોર્ડ જે ઇચ્છે તે તેની જમીન થઇ જાય છે.તેને કોર્ટમાં પણ પડકારી શકતા નથી. સુરતમાં કોર્પોરેશનની એક ઓફીસનો દાવ કર્યો છે. તેમજ સોમનાથ મંદિરની પાછળની જમીન માટે પણ વકફ બોર્ડે દાવો કર્યો છે.
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નામ લીધા વિના કહ્યું, હટાવવાની વાત ન કરો
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું નામ લીધા વિના પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કહ્યું હતું કે, માર્કસીટી વિનાનાં જ દેશ બચાવ છે. યુપી અને તમે મોકલ્યા તે તેનું ઉદાહરણ છે. તમે જેને મોકલ્યા તેને હટાવવાનાં પ્રયાસ ચાલે છે. પરંતુ તેવા 10 પેદા કરો પછી તેને હટાવજો. તેની સાથે કેટલાક દલાલ નેતાઓ છે. અમુક બે મકાનમાંથી સીધી ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે.
દેશમાં મંદિર ખુબ બની ગયા હવે ગુરુકુળની જરૂર છે
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કહ્યું હતું કે, દેશમાં 30 હજાર મંદિર છે. તે મંદિર નથી ભારતની સભ્યતા છે. દેશમાં હવે મંદિર ઘણા બની ગયા છે, નવા મંદિર બનાવવાની જરૂર નથી. ગુરૂકુળ બનાવવાની જરૂર છે. ગુરૂકુળમાંથી ચાણકય પેદા થશે. આપણા મંદિર છે તે પરત લેવાનાં છે. કેટલાક લોકો કહે છે કે હવે મંદિર માટે વિવાદ નહી.
દેશમાં 700 પાકિસ્તાન બની ગયા !
પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કહ્યું હતું કે, દેશમાં નવ રાજયમાં હિન્દુ અલ્પસંખ્યામાં છે. દેશમાં 700 પાકિસ્તાન બની ગયા છે. ત્યાં કોઇ જઇ શકતું નથી. જૂનાગઢનો નવાબ કુતાર લઇને ભાગ્યો હતો અને પોતાની પત્નીને અહીં છોડીને જતો રહ્યો હતો.