વોકળાનો પાઈપ તૂટી ગયો: અકસ્માત થાય તેવી સંભાવના
રાજકોટના હાર્દ સમાન એરીયા યાજ્ઞિક રોડ નજીક સર્વેશ્વર ચોક જવાના રસ્તે સરદારનગર મેઈન રોડ પર આવેલી શાળા નં-19 સામે ગંદકી અને કચરાના ગંજ ખડકાઈ ગયા છે. વોકળામાં અને તેની બહાર ગંદકી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા જ સર્વશ્વર ચોકમાં સ્લેબ પડવાની ઘટના સામે આવી હતી ત્યારે આ વોકળા પરનો પાઈપ તૂટી ગયો છે કોઈ વાહનચાલક તેમાંથી નીચે ખાબકે તેની પ્રબળ સંભાવના રહેલી છે. તંત્ર અહીં કચરો સાફ કરાવે અને વોકળાના પાઈપનું રિનોવેશન થાય તેવી લોકોએ માગ કરી છે.