ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર એક બાજુ સમગ્ર દેશમાં સ્વચ્છતાના સંકલ્પો લેવા રહ્યા છે તો બીજી તરફ ગાંધીનગર ગુજરાતમાં જ અસ્વચ્છતા જોવા મળી રહી છે ત્યારે વાત કરીએ તો તાલુકા પંચાયત કચેરીમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કચેરીની બારીઓમાં પાનની પિચકારીઓ યુરીનલ – ટોયલેટમાં પણ ગંદકી જોવા મળી રહી છે ત્યારે શું આ તાલુકા પંચાયત કચેરીને સ્વચ્છતા મિશન લાગુ પડતું નહીં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. બીજી તરફ જીલાણા હાઈસ્કૂલમાં પણ તાળા જોવા મળ્યા હતા જયારે સમ્રગ રાજ્યમાં પ્રાથમિક શાળા અને ઉચ્ચત્તર શાળામાં સવારે 10 થી 11 એક કલાક શ્રમદાન કરવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો પણ શિક્ષક ઘટ હોવાને કારણે કાર્યક્રમ થયો ન હોવાનું આચાર્ય જણાવ્યું હતું જયારે મટીયાણા પ્રાથમિક શાળામાં પણ તાળા જોવા મળ્યા હતા.
સ્વચ્છતાની વાતો વચ્ચે માણાવદર તાલુકા પંચાયત કચેરીમાં જ કચરાના ઢગલાં
