પ્રમુખ માયાબા જાડેજાની આગેવાની હેઠળ આયોજન; 50 વર્ષથી વધુ વયનાં બહેનો માટે ’ઉ’ ગ્રૂપમાં ખાસ પ્રોત્સાહક ઇનામો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ક્ષત્રિય સમાજ દ્વારા બહેનો માટે ગરબાના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમાજની માન, મર્યાદા અને ગરિમા જાળવીને પરંપરાગત પોશાકમાં રાસ રમવાના ઉદ્દેશ્ય સાથે યોજાશે. આ કાર્યક્રમ સાંજે 6 થી 10 ની સમય મર્યાદામાં યોજાશે.
આ રાસ ગરબા મહોત્સવમાં ભાગ લેનાર બહેનોને વય પ્રમાણે ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યા છે:
A ગ્રૂપ: 5 થી 15 વર્ષ
B ગ્રૂપ: 16 થી 30 વર્ષ
C ગ્રૂપ: 31 થી 50 વર્ષ
D ગ્રૂપ: 50 વર્ષથી ઉપરના વયનાં બહેનો (નવા ઉદ્દેશ્ય સાથે)
કાર્યક્રમમાં થ્રી-વે 40,000 વોલ્ટની સાઉન્ડ સિસ્ટમ, વ્હાઈટ હેલોજન ટાવર, તેમજ ઉત્તમ ઓર્કેસ્ટ્રા અને કાંઠીલ સિંગરો દ્વારા સંગીત પીરસવામાં આવશે. દરેક દીકરીઓ અને બહેનો રાજ્યોતી પોષાક સાથે રાસ રમશે, જેનાથી ક્ષત્રિય સમાજની આગવી ઓળખ અને ગરિમા જોવા મળશે.
આ વર્ષે કોઈ દીકરીઓ સાથે અન્યાય ન થાય તે ઉદ્દેશ્યથી નવા રૂપ સાથે આયોજન કરવામાં આવ્યું છે.
દરેક ગ્રૂપ (અ, ઇ, અને ઈ)માંથી 10 નંબર આપવામાં આવશે.
50 વર્ષથી ઉપરના બહેનોના (ઉ ગ્રૂપ) માટે 10 પ્રોત્સાહન ઇનામ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત, ત્રણ બમ્પર ઇનામ પણ રાખવામાં આવ્યા છે, જેની ખેલૈયાઓએ ખાસ નોંધ લેવી.
આ સમગ્ર આયોજન પ્રમુખશ્રી અ.સૌ. માયાબા જાડેજાની આગેવાની હેઠળ થઈ રહ્યું છે. તેમની સાથે કુ. ભાર્ગવીબા ગોહિલ (કૂકડ), ડો. અનુષ્કાબા જાડેજા, રમણીકબા વાળા (સમર્પણ હોસ્પિટલ), ભાવનાબા વાઘેલા (છબાસર), ચંદ્રાબા પરમાર (મુળી), જ્યોતીબા પરમાર (મુળી), કુસુમબા રાઠોડ (આકોલ), પ્રફુલ્લાબા વાઢેર (આરંજાડા), સુધાબા ઝાલા (જેસડા), રાજુબા જાડેજા (પીપર), અલ્પાબા ઝાલા (નેકનામ), નયનાબા જાડેજા (પાંચસરા), ઇલાબા જેઠવા (પાંડાવદર), હીનાબા જાડેજા (વડીયા), નયનાબા જાડેજા (સાપર), રીતિબા જાડેજા (વડીયા), ગીતાબા ચુડાસમા (ખાખીજળિયા), સુમિતાબા સરવૈયા (જેસર), લીનાબા જાડેજા (સાપર), ધર્મિષ્ઠાબા જાડેજા (ભુજપુર), કોમલબા ચુડાસમા અને કિર્તિબા જાડેજા (ખોખરી) સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.