સિઝનનો માત્ર 8થી 10 ઈંચ વરસાદ, ડામર પરથી પોપડાઓ ઉખડી ગયા
શહેરના મોટાભાગના રસ્તાઓ ખખડધજ, વાહન ચાલકોમાં ભારે રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે મેઘરાજા મનમુકી વરસ્યા હતા. તો બીજી બાજુ વરસાદે તંત્રની પ્રિ મોનસુન પ્લાનની પોલ ખોલી છે. ચોમાસાની શરુઆત થતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. રાજકોટમાં મોટા ભાગના રસ્તાઓ ખખડધજ થયા છે જેથી વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજી ડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીના સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે આ રસ્તા પર નીકળવાથી ઊંટ ગાડીમાં બેઠા હોય તેવો અહેસાસ થાય છે. વિકાસની વાતો કરતા તંત્રને આ તસવીરો જ કહી દે છે કે, આ છે વિકસતુ રાજકોટ. હજુ તો આ સિઝનનો માંડ 8થી 10 ઈંચ વરસાદ જ પડ્યો છે તેમાં તો શહેરમાં ખાડારાજ થઈ ગયુ છે. તો પછી જો કદાચને એકસાથે 10 ઈંચ જેટલો વરસાદ ખાબકે તો રસ્તાઓની હાલત અતિ ખરાબ થઈ શકે તેમ છે.