નેશનલ અસેસમેન્ટ એન્ડ અક્રેડેશન કાઉન્સિલની ટીમ પહોંચી
અગાઉ પણ કેમ્પસમાં સિક્યુરિટી ઈન્ચાર્જને ગાંજા જેવા છોડ મળ્યા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મારવાડી યુનિ.માં ગાંજો ઝડપાવાના કેસમાં ગઅઅઈની ટીમ મારવાડી યુનિવર્સિટી પહોંચી છે. તેમજ નેશનલ અસેસમેન્ટ એન્ડ અક્રેડેશન કાઉન્સિલની ટીમ પણ પહોંચી છે. બીજી તરફ અજાણ્યા વ્યક્તિ સામે ગાંજો મળવાનો મામલો ચર્ચામાં છે.
મારવાડી યુનિ.માં ગાંજાની તપાસ જઘૠને સોંપાઈ છે. જેમાં સમગ્ર મામલે જઘૠ તપાસ કરશે. તેમાં ગાંજાનું વાવેતર કોણે કર્યું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. કેટલા સમયથી છોડ હતા સહિતના મુદ્દે તપાસ કરાઇ રહી છે. યુનિ. તરફથી કર્નલ સુરેશ મીડિયા સમક્ષ આવ્યા છે. જેમાં ગાંજો કોણ લાવ્યું અને કોણ વાવી ગયું સવાલ કરતા મૌન સેવ્યું છે. તથા મારવાડી યુનિ.ના કર્નલ સુરેશએ જવાબ આપવાનું ટાળ્યું છે. તથા કર્નલ સુરેશે જણાવ્યું છે કે પોલીસને સહકાર આપવા તૈયાર છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજા જેવા છોડવા મળવાની બાબતે ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી. શિક્ષણજગત માટે આ ઘટના લાંછનરૂપ બની શકે તેમ છે. રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં સિક્યુરિટી ઈન્ચાર્જને ગાંજા જેવા છોડ હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરી હતી. કુવાડવા પોલીસની ટુકડી સ્થળ પર પહોંચી હતી. ત્યારે પોલીસને યુનિવર્સિટી પરિસરમાંથી ઉખાડી નાખવામાં આવેલા 20 છોડ તથા ઉગેલા 3 શંકાસ્પદ છોડ મળ્યા હતા.
ગાંજાના છોડ પ્રકરણમાં જવાબદારોને જેલ ભેગા કરો : રોહિતસિંહ રાજપૂત
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી તા.13 એપ્રિલના રોજ ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યુ હતું. જે ઘટનાએ શિક્ષણજગતમાં ચકચાર મચાવ્યો હતો. આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખી રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનરએ આ બાબતે તપાસ કમિટીની રચના કરી હતી અને આ છોડને ખરાઈ અર્થે ઋજકમાં મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ આજે રિપોર્ટ આવ્યા બાદ તે છોડ ગાંજાનો જ હોવાનું ફલિત થતા પોલીસ ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ તપાસ પારદર્શક અને નીપક્ષ કરી તમામ પાસાઓને ઊંડાણપૂર્વક ખરાઇ કરી જવાબદાર તમામ લોકોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી કોંગ્રેસના પ્રવક્તાએ માંગ કરી છે. જો કે આ ઘટનામાં પરપ્રાંતીય મજૂરો ઉપર દોષ ટોપલો ઢોળીને જવાબદાર લોકો બચી જશે તેવી ચર્ચાઓએ જોર પકડતા તપાસ કમિટી દ્વારા યુનિવર્સિટીના સંચાલક, કુલપતિ, હોસ્ટેલના રેક્ટર સહીત જે જે મેનેજમેન્ટના માણસો આ અંગે જવાબદાર ઠરે તેઓ ઉપર પણ એન્ટી નાર્કોટિક્સ, ગઉઙજ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવવો જોઈએ.