ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મોડી રાત્રે વધુ એક ફાયરિંગની ઘટના બનવા પામતા ચકચાર મચી જવા પામી છે શહેરના મંગળા મેઈન રોડ ઉપર એક હોસ્પિટલમાં દાખલ દર્દીના પરિવાર ઉપર કાર અને બાઇકમાં ધસી આવેલા 4 શખ્સે 8થી 9 રાઉન્ડ ફાયરિંગ કરતા સનસનાટી મચી જવા પામી છે પ્રાથમિક તપાસમાં પેંડા ગેંગના સાગરીતો દ્વારા મરઘાં ગેંગ ઉપર અઢી મહિનામાં બીજીવાર ભડાકા કર્યા હોવાનું જાણવા મળ્યું છે અગાઉ જન્માષ્ટમી ટાણે જંગલેશ્ર્વરમાં ફાયરિંગ કર્યા હતા તે પછી ફરી સમીરના પરિવારજનો હોસ્પિટલ નીચે બેઠા હોવાની માહિતી મળતા ગત રાત્રે ફરી ફાયરિંગ કરતા એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડી ગયો હતો અને આરોપીઓને પકડવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
- Advertisement -
અઢી મહિનામાં મરઘાં ગેંગ ઉપર પેંડા ગેંગએ બીજી વાર કર્યા ભડાકા
આરોપીઓને પકડવા એ ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી આધારે તપાસ
સમગ્ર ફાયરિંગની ઘટના અંગે ભોગ બનનાર રુબિનાબેન સમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે મારા પિતા જાહીદભાઈની હાલત નાજુક હોય તેમને મંગળા મેઈન રોડ ઉપર આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગત રાત્રે સાડા ત્રણેક વાગ્યે મારા ભાણેજ અને ભત્રીજા ખબર પૂછવા આવ્યા હતા અમે ત્રણેય બહેનો સહિતના પરિવારજનો હોસ્પિટલમાં નીચે બેઠા હતા અને મારા પિતાને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા હોય જે અંગે વાતચીત કરતા હતા ત્યારે એક કાર અને એક બાઈક ધસી આવ્યા હતા જેમાં કારમાં ત્રણ શખ્સો સવાર હતા અને એક શખ્સ બાઈક લઈને આવ્યો હતો અમે હજુ કઈ વિચારીએ તે પૂર્વે જ બે શખ્સો અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યા હતા જેથી અમારા બાળકો અને અમે ડરી ગયા હતા લગભગ 8થી 9 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા ચાર હુમલાખોર પૈકી ભઇલો ગઢવી અને મેટિયો ઝાલા હતા જે બંનેને હું ઓળખું છું ભડાકા થતા અમને તુરંત હોસ્પિટલના સ્ટાફે અંદર લઇ લીધા હતા જેથી કોઈને ઇજા થઇ ન હતી પરંતુ સામે પાર્ક કરેલી એક કારનો કાચ ફૂટી ગયો હતો મારા પિતાને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાના હોવાથી અમે પોલીસને જાણ કરી ન હતી.
- Advertisement -
દરમિયાન સવારે જાણ થતા એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગર, એસીપી ચૌધરી, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને અબ્દુલ ધાડાની ફરિયાદ પરથી ભયલો, મેટિયો અને બે અજાણયા સામે ગુનો નોંધી ફૂટેલા કારતુસ કબ્જે કરી સીસીટીવી આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે ગત જન્માષ્ટમી પર્વમાં 15 ઓગષ્ટે જંગલેશ્ર્વરમાં મરઘાં ગેંગના સાગરીત શાહનવાઝ ઉપર જૂની અદાવતનો ખાર રાખી ભઇલો અને પરિયોએ ભડાકા કર્યા હતા તેમાં બંનેની ધરપકડ પણ થઇ હતી અને હવે ફરી અઢી મહિનામાં બીજીવાર ફાયરિંગ કર્યા હતા.
બંને ગેંગ વચ્ચે સંક્રાંતથી શરુ થયેલો ડખ્ખો જન્માષ્ટમી બાદ દિવાળી સુધી પહોંચ્યો
રાજકોટના કોઠારીયા રોડ પર જંગલેશ્ર્વર પાસેના નિલમ પાર્કમાં ખ્વાજા એપાર્ટમેન્ટમાં રહેતા અને ઘર પાસે કેજીએન નામે કરીયાણાની દુકાન ચલાવતા શાહનવાઝ મુસ્તાકભાઈ ત્રેવણ ઉ.20 ગત તારીખ 15 ઓગષ્ટના સાતમના દિવસે રાત્રીના તેના ઘર પાસે હતો તે દરમ્યાન બાઈકમાં ધસી આવેલા પરેશ ગઢવી અને ભયલુ ગઢવીએ આજે તો તને મારી જ નાખવો છે કહી ફાયરીંગ કર્યા હતા ભક્તિનગર પોલીસે હત્યાની કોશીષ સહિતનો ગુનો નોધી પુનીતનગરમાં રહેતો પરીયો ઉર્ફે પરેશ ગઢવી અને આશાપુરા નગરમાં રહેતો ભયલુ ઉર્ફે જીતેશ દિનેશભાઈ રાબાને દેશી તમંચા સાથે ઝડપી લીધા હતા
અગાઉ ઉતરાયણ ટાણે પેંડાના સાગરીત પરીયા ગઢવી પર સમીર ઉર્ફે મરઘાએ ફાયરીંગ કર્યા હતા તે સમયે શાહનવાઝ તેની સાથે હોય અને ગોકુલધામની યુવતી મામલે આ ડખ્ખો થયો હોવાનુ બહાર આવ્યુ હતુ આ બનાવનો ખાર રાખી જન્માષ્ટમી ઉપર ફાયરિંગ કર્યા બાદ ફરી મરઘાં ગેંગના પરિવાર પર અંધાધૂંધ ભડાકા કર્યા હતા.



