SOGની ટીમે બાતમી આધારે વૉચ ગોઠવી હતી: 14.30 લાખનો મુદ્દામાલ કબ્જે
જોધપુરના શખ્સનું નામ ખુલ્યું : સૂત્રધાર અગાઉ દારૂના કેસમાં પકડાઈ ચુક્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીએ બાતમી આધારે સરધાર પાસે વોચ ગોઠવી 4.10 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજકોટના બે પેડલરને દબોચી લઈ 14.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો રાજસ્થાનથી બંને મિત્રો ડ્રગ્સ લઈ રાજકોટમાં સપ્લાય કરે તે પૂર્વે જ દબોચી લીધા હતાં.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી.સીપી મહેન્દ્ર બગરીયા, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયા દ્વારા શહેર વિસ્તારમાંથી ડ્રગ્સની બદી દૂર કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વિજયકુમાર ધ્રાંગુ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં દરમિયાન સ્ટાફના એએસઆઇ ઇન્દ્રસિંહ જાડેજા તથા ફિરોજ રાઠોડને બાતમી મળી હતી કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ જસદીશ ભોજક તથા વિજયસિંહ વાઘેલા નામના બે શખ્સ સફેદ કલરની કેટા કાર નં. જી.જે.03.પી.ડી.0084માં થોડીવારમાં ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર સરધાર ગામ પાસેથી નિકળવાના છે અને તેમની પાસે એમડી ડ્ર્ગ્સ છે આ બાતમી આધારે ટીમે વોચ ગોઠવી હતી ત્યારે ત્યાંથી સફેદ કલરની ક્રેટા કાર ભાવનગરથી રાજકોટ તરફના રોડ ઉપરથી નિકળતા એસોજીની ટીમે તેને અટકાવી કારમાં બેઠેલા બે શખ્સોને અટકાયતમાં લઇ નામથામ પૂછતા આજી વસાહત ખોડિયારનગરમાં રહેતો જગદીશ ભુપત ભોજક ઉ.25 અને કાર ચાલક રેલનગરમાં નીલકંઠ પાર્કમાં રહેતો વિજયસિંહ મોહનસિંહ વાઘેલા ઉ.24 હોવાનુ જણાવ્યું હતું પોલીસે બંનેની અને કારની તલાશી લેતાં 41 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન મળી આવતા 4.10 લાખનું ડ્રગ, કાર, રોકડ અને મોબાઈલ સહિત 14.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા એવું જાણવા મળ્યું હતું કે જગદીશ મુખ્ય સૂત્રધાર છે, તે તેના મિત્ર વિજયસિંહને તેની ગાડી સાથે લઈ જઈ રાજસ્થાન ડ્રગ્સ લેવા ગયો હતો રાજસ્થાનના જોધપુરના ભાવેશસિંહ રાજપૂત ઉર્ફે ભનવારારામ પાસેથી ડ્રગ લાવ્યા હતા ડ્રગ્સ સપ્લાય કરે તે પૂર્વે જ એસઓજીની ટીમેં દબોચી લીધા હતા આજી ડેમ પોલીસમાં ગુનો રજીસ્ટર કરાવી વધુ તપાસ આજી ડેમ પોલીસને સોંપી છે.
બંને બંધાણી છે, અગાઉ જગદીશ બે વખત ખેપ મારી આવ્યો છે
- Advertisement -
રાજકોટ એસઓજી પીઆઇ એસ એમ જાડેજાએ જણાવ્યું હતું કે પકડાયેલ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને બંને માદક પદાર્થના બંધાણી હોવાનું પણ જાણવા મળ્યું છે સૂત્રધાર જગદીશ અગાઉ બે વખત ખેપ મારી આવ્યો હોવાની કબૂલાત આપે છે પરંતુ તે બે નહિ વધુ વખત ખેપ મારવા ગયો હોવાની શંકાએ સીડીઆર કઢાવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.