ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર મનપાની કુલ 44 બેઠકોમાંથી ભાજપે 41, કોંગ્રેસે 2 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક પર જીત મેળવી છે. ફરી એકવખત ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની હાર થશે અને કોંગ્રેસ જીતશે એવા રાજકીય પંડિતોના દાવા પોકળ સાબિત થયા છે. ગાંધીનગર મનપા ચૂંટણી સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેટલી ગરજી એટલી વરસી નહીં અને અંતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ત્રીપાખીયા જંગમાં પંજા તથા ઝાડુંના સૂપડા સાફ થઈ કમળ ખીલ્યું છે. ગાંધીનગર મનપા ચૂંટણીનું નિષ્કર્ષ એ છે કે, ગાંધીનગરની મનપામાં પહેલીવાર ભાજપને આટલી મોટી બહુમતી મળવા પાછળ અને કોંગ્રેસની આટલી મોટી હાર થવા પાછળ આમ આદમી પાર્ટી જવાબદાર છે.
ગાંધીનગર મનપામાં દસ વર્ષ બાદ ભાજપની સત્તાવાપસીનો ખરો શ્રેય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અધ્યક્ષ સી.આર. પાટીલને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને ફાળે જાય છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર મનપા ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરીને કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો પહોચાડ્યો છે. અગાઉ થોડા મહિનાઓ પહેલા યોજાયેલી વિવિધ મનપા ચૂંટણીમાં પણ આ જ પ્રકારે આમ આદમી પાર્ટીએ મતોનું ધ્રુવીકરણ કરીને ભાજપને જંગી જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. હવે આ મુજબ જ આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મતોના ધ્રુવીકરણ દ્વારા કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો પહોચાડશે તેવી પૂરેપૂરી સંભાવના છે. મતલબ કે, 2022ની વિધાનસભા ચૂટણીમાં ભાજપના 150 બેઠકો જીતવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં આમ આદમી પાર્ટી મુખ્ય ભાગ ભજવી શકે છે.
- Advertisement -
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ મેન ઓફ ધી મેચ બની છે તો આમ આદમી પાર્ટી ગેઈમ ચેન્જર સાબિત થઈ છે. ગાંધીનગર મનપા ચૂંટણી અગાઉ કોંગ્રેસનું પલડું ભારે મનાતું હતું પરંતુ મતદાન સમયે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ તરફી મત મળતા ભાજપ બાજી મારી ગઈ હતી અને આજે જ્યારે ઈવીએમ ઓપન થયા હતા ત્યારે રાજકીય પંડિતોના ગણિત વિખાઈ ગયા હતા. ભાજપ કોંગ્રેસની જંગમાં ગાંધીનગર મનપામાં 2011માં કોંગ્રેસને 18 જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી અને 2016માં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને 16-16 બેઠકો મળી હતી. જ્યારે 2021માં ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના જંગ વચ્ચે આમ આદમી પાર્ટીનો પ્રવેશ થતા ગાંધીનગર મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. ગાંધીનગર મનપા ચૂંટણીનું પરિણામ જોતા ખ્યાલ આવે છે કે, આમ આદમી પાર્ટીના પ્રવેશથી કોંગ્રેસના મતો કપાયા છે, ભાજપે પોતાના મતદારો પરનો વિશ્વાસ જાળવી રાખ્યો છે. ભાજપથી અસંતુષ્ટ મતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ થતા ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે જંગી બેઠકો પ્રાપ્ત થઈ છે. જો ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રવેશ થયો ન હોતો તો નક્કી કોંગ્રેસ ગાંધીનગર મનપા કબ્જે કરી શકી હોત પરંતુ અફસોસ જેમ ગુજરાતમાં આજસુધીની તમામ નાની-મોટી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે પનોતી અને ભાજપ માટે પુણ્યશાળી સાબિત થતી આવી છે તેમ ગાંધીનગર મનપા ચૂંટણીમાં પણ થયું.
આજની ખાસ ખબરો…
- સૌરાષ્ટ્રની વિવિધ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય : કુલ 184 બેઠકોમાંથી 136 બેઠકો ભાજપે કબ્જે કરી
- જસદણની 2 બેઠકો તથા જૂનાગઢ-ઉપલેટામાં કોંગ્રેસનો વિજય
- દ્વારકામાં ઓખા નપામાં ભાજપનો વિજય:
- વોર્ડની 36 બેઠકોમાંથી 34 બેઠકો ભાજપના અને 2 બેઠકો કોંગ્રસના કબ્જે
- બનાસકાંઠા થરા નપામાં ભાજપનો વિજય :
- વોર્ડની 24 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપના અને 4 બેઠકો કોંગ્રેસના કબ્જે
- ભાણવડ નપામાં 25 વર્ષે કોંગ્રેસ વિજય:
- બેઠકોમાંથી 16 બેઠકો પર કોંગ્રેસના અને 8 બેઠકો ભાજપના કબ્જે
- રાજકોટ યાર્ડ ચૂંટણીમાં કિસાન સંઘે કર્યો જીતનો દાવો : બપોર સુધીમાં ખેડૂત વિભાગમાં 51% અને વેપારી વિભાગમાં 51% મતદાન
- આજથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાંચ દિવસ માટે રાજકોટમાં : વિવિધ ઉદ્દઘાટન તથા સન્માન સમારોહના કાર્યક્રમમાં હાજરી આપશે
- મોરબી સિરામિક ઉદ્યોગને મોઘવારીનો ઝટકો: નેચરલ ગેસના ભાવમાં 10.15 રૂપિયાનો વધારો
- કચ્છની ધરા ફરી એકવખત ધ્રુજી:
ગત રાત્રે રાત્રે 8.30 વાગે 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોધાયો - ગુજરાતમાંથી ચોમાસાએ લીધી વિદાય:
ચાલુ વર્ષે સરેરાશ 95% જેટલો વરસાદ પડ્યાનું અનુમાન - અમદાવાદમાં સટ્ટા રેકેટ પકડાયું :
23.70 લાખના મુદ્દામાલ સાથે 15 આરોપીઓની ધરપકડ - નવરાત્રીમાં ચામુંડા માતાજીનાં ડુંગર પર લેસર-શો થશે : માઈભક્તો દૂરથી પણ દર્શન કરી શકે તેવું આયોજન
- કોરોના કેસમાં નોંધનીય ઘટાડ્યો : 209 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા
- કોરોના રસીકરણનો આંકડો 6 કરોડને પાર: ગુજરાતમાં અત્યાર સુધીમાં 6,20,10,101 લોકોને રસી અપાઈ
- જનશક્તિ પાર્ટીના બે ભાગ : ચિરાગ પાસવાનની પાર્ટીનું નામ લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ અને પશુંપતિ પારસની પાર્ટીનું નામ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી રખાયું
- પ્રધાનમંત્રી મોદી આજે યુપીના પ્રવાસે: ઉત્તરપ્રદેશને 75 પરિયોજનાની ભેટ આપશે
- પૂર્વ આઈએએસ અધિકારી શક્તિ સિન્હાનું અવસાન : અટલ બિહારી વાજપેયીના અંગત સચિવ પણ રહ્યા હતા
- માત્ર 10395 રૂપિયામાં થશે ભારત
- દર્શન: IRCTCની 4 જ્યોતિલિંગના
- દર્શન કરાવનારી ટ્રેન 21થી 31મી સુધી ચાલશે
- સિનેમાહોલમાં પાણીની બોટલ લઈ જવાની મનાઈ અંગે મદ્રાસ હાઈકોર્ટની ટકોર: દર્શકોને મફત અને શુદ્ધ પીવાનું પાણી મળવું જોઈએ
- આરએસએસની તાલિબાન સાથે સરખામણી કરનાર જાવેદ અખ્તર સામે એફઆઈઆર
- બિનશરતી લેખિત માફી નહીં માંગે તો 100 કરોડ રૂપિયાની માંગણી સાથે ફોજદારી કેસ દાખલ થશે
- સ્વીડિશ પોલીસે કાર્ટૂનિસ્ટ નિધન મામલે તપાસ હાથ ધરી
- મોહમ્મદ પયગંબરનું કાર્ટૂન બનવારનાર લાર્સ વિલ્ક્સનું અકસ્માતમાં મોત