સેન્ટ ગાર્ગી સ્કૂલ તથા શમ્સ શાળાનાં વિધાર્થીઓ ગાંધીજી સહિતનાં પાત્રોનાં વેશભૂષાથી સજ્જ થઈ ગાંધી વિચારો રજૂ કર્યા
અનેક રાજકીય, સામાજિક, સેવાકીય અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
ખાસ-ખબર સંવાદદાતા
ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા સતત 19 માં વર્ષે વિશ્ર્વ વંદનીય, અહિંસાનાં પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155 મી જન્મજયંતી એ સવારે 9 થી 10 વાગ્યા સુધી ગાંધીજીની પ્રતિમા, જયૂબેલી ચોક ખાતે ગાંધી વંદના નું દિવ્ય આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે સેન્ટગાર્ગી સ્કૂલ તથા શમ્સ શૈક્ષણિક સંકૂલનાં 50 થી વધારે વિધાર્થી અને વિધાર્થીનીઓ મહાત્મા ગાંધીજી સહિતનાં દેશભક્તો, સ્વાતંત્ર્યવીરો નો વેશ ધારણા કરી સાંપ્રત સમય માં પણ ગાંધી વિચારો પ્રસ્તુત છે તેવો સંદેશ આપ્યો હતો. સાથોસાથ ગાંધીજીનાં પ્રિય ભજનો, દેશભક્તિ ગીતો ગુંજી ઉઠયા અને સમગ્ર માહોલ ગાંધીમય દિવ્ય બની ગયો હતો.
18 વર્ષથી બે ડઝન જેટલા ફ્લોટસ ગાંધીજીના જીવનકવન આધારિત રાજકોટનાં રાજમાર્ગો પર ભવ્ય અને દિવ્યતાથી ગાંધી વિચારો રેલાવતા શોભાયાત્રા સ્વરૂપે નીકળે છે પરંતુ ચાલુ વર્ષે જયૂબેલી ચોક ખાતે જ મંચ પર શમ્સ શૈક્ષણિક સંકૂલ દ્વારા વિધાર્થીઓ વેશભૂષામાં સજ્જ થઈ કોમી એકતાની થીમ રજૂ કરવામાં આવી હતી.
જ્યારે સેન્ટગાર્ગી સ્કૂલ દ્વારા ગાંધીજી સહિતનાં વિવિધ દેશભક્તો નાં પાત્રો માં બાળકો સજ્જ થઈને આવ્યા હતા, આ ઉપરાંત ગાંધી જયંતીની સ્મૃતિમાં સંભારણા રૂપે દરેક નાગરિકના મોબાઈલમા આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ થકી 360 ડિગ્રી વિડીયો બનાવી તમામ લોકોને સ્થળ પર જ તેમનો વિડીયો વોટ્સએપ કરવામાં આવ્યો હતો જેને યુવાનોમાં આકર્ષણ જમાવ્યું હતું.
ફ્રીડમ યુવા ગ્રુપ-રાજકોટ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ, સેંટગાર્ગી સ્કૂલ અને શમ્સ શૈક્ષણિક સંકૂલ દ્વારા આયોજિત ગાંધી વંદના કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાપક ભાગ્યેશ વોરા, રમાબેન હેરભા અને એચ. એ. નકાણીની રાહબરીમાં ચેરમેન મનોજ ડોડીયા, વા. ચેરમેન સંજય પારેખ, પ્રમુખ પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, ચંદ્રેશ પરમાર, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ, રસિક મોરધરા સહિતનાઓ જહેમત
ઉઠાવી હતી.