ગત રાત્રીના અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા, ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જુનાગઢ થી વંથલી હાઇવે પર શાપૂર ચોકડી નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા એક ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. ટ્રક અકસ્માતમાં 36 વર્ષીય રણજીત દિનેશ બાબરીયા નામના ડ્રાઈવરનું મોત થયું હતું અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયારે મૃતકના પરિવારમાં શોક ફેલાયો હતો.
- Advertisement -
ગત રાત્રીના બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને 108 ને જાણ તુરંત એમ્બ્યુલન્સ આવી પોહચી હતી અને અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ટ્રક અકસ્માતની જાણ પોલીસને થતા તુરંત પોલીસ ઘટના સ્થળે પોહચી ટ્રાફિક હટાવ્યો હતો અને સમગ્ર બનાવને લઈ વંથલી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.