આઠ ઈસમો 1.28 લાખની મતા સાથે ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં દારૂબંધી અને જુગાર સંબંધી ગુનાને નેસ્ત નાબુદ કરવા રેન્જ આઇજીપી મયંક સિંહ ચાવડા અને જીલ્લા પોલીસ અધીક્ષક રવી તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી વિસાવદર ઇન્ચાર્જ પીઆઇ એસ. આઈ. સુમરા તથા હે.કોન્સ્ટેબલ ડી. આર. નદાંણીયા, હિંમત ડાયાભાઈ, રાકેશ બાઉવેદભાઈ, મહિપત સિંહ નગદાનભાઈ સહીત નો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે વિસાવદર તાલુકાના શિવરાણીયા અને રૂપાવટી સીમ વિસ્તારના વોંકળામાં જાહેરમાં જુગાર રમતા પોલીસની રેઈડ દરમિયાન આઠ ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા જુગારી પાસેથી રોકડ, મોબાઈલ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ સહીત કુલ રૂ.1,28,380 સાથે 8 ઈસમો અલગ અલગ જિલ્લા માંથી જુગાર રમતા આવતા ભરત વિરાણી, સામત રાઠોડ, રસીક પાનસુરીયા, પ્રફુલ ડોબરીયા, રસીક રૂપારેલિયા, લવજી ધનજી વઢેળ, દિવ્યેશ ગોયલ, કમલેશ ગરાણીયા ને ઝડપી પાડતા પોલીસે જુગારધરાનો કેસ વિસાવદર પોલીસ સ્ટેશન નોધી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.