સત્તાધીશોને એક આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને થતા અન્યાયમાં ન્યાયની માંગણી કરી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.માં નર્સિંગના વિદ્યાર્થીઓને થતા અન્યાય મુદ્દે એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટી ખાતે હલ્લાબોલ કરીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ અને યુનિવર્સિટીના સત્તાધીશોને એક આવેદન પત્ર આપી વિદ્યાર્થીઓને થતા અન્યાયમાં ન્યાયની માંગણી કરી હતી. નરસિંહ મહેતા યુનિ.માં નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્યાય મુદ્દે એનએસયુઆઇ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે, 70 ટકા જેટલા વિદ્યાર્થીઓને નાપાસ કર્યા છે. તેમજ રિએસેસમેન્ટ માટે એક કે તેથી વધુ પેપરના રૂા.3500 ફી લેવામાં આવે છે. જયારે અન્ય યુનિ.ની સરખામણીએ ખુબ વધારે છે.
આ ઉપરાંત ડુપ્લીકેટ માર્કસીટ માટે રૂા.250 ફી લેવામાં આવે છે. જ્યારે અન્ય યુનિ.માં 100 રૂપિયા ફી લેવામાં આવે છે. અનેક માંગણીઓ સાથે એનએસયુઆઇ દ્વારા આવેદન આપી ઘટતુ કરવાની માંગ કરી હતી.