ભરત ભગતને માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ: વિપુલ ભગતે જાહેરમાં ગાળો ભાંડી હતી
વિપુલ ભગત સામે ભરત ભગતે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર સંવાદદાતા
ગઢડા ગોપીનાથ મંદિર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. જેમાં ગઢડા મંદિરના દેવ પક્ષમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તેમાં વિપુલ ભગત સામે ભરત ભગતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમજ ભરત ભગતને માર માર્યાની પોલીસ ફરિયાદ થઈ છે. તથા વિપુલ ભગત કોઠારી સ્વામીના શિષ્ય છે.
ઉલ્લેખનીય છે કે વિપુલ ભગતે જાહેરમાં ગાળો ભાંડી હતી. તથા મંદિરના ચેરમેને કહ્યું ઘટના દુ:ખદ છે. ધાર્મિક સંસ્થાઓમાં આવું ના થવું જોઈએ તેમ હરજીવનદાસે જણાવ્યું છે. જેમાં ગઢડા મંદિરના સત્તાધારી દેવ પક્ષનો આંતરીક વિખવાદ બહાર આવ્યો છે. દેવપક્ષના વિપુલભગત સામે દેવ પક્ષના ભરત ભગતે માર માર્યાની ફરીયાદ નોંધાવી છે. તેમાં ગઢડા ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના કોઠારી સ્વામીના વિપુલ ભગત શિષ્ય છે. વિપુલ ભગતે હરિભકતો સાથે ગેરવર્તન કરેલ જેની ભરત ભગતે મંદિરમાં ફરીયાદ કરતા માર માર્યો છે.
તેમજ વિપુલ ભગતે મંદિરમાં જાહેરમાં બિભત્સ ગાળો આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ત્યારે ગોપીનાથજી મંદિરના ભગતને મારમારવાને મામલે મંદિરના ચેરમેનની પ્રતિકિરીયા સામે આવી છે. તેમાં ગઢડા મંદિરમાં જે મારામારી થઈ તેની વાત સાંભળીને દુ:ખ થયું છે તેમ જણાવ્યું છે. ધાર્મિક સંસ્થાઓમા આવી ઘટના ન બનવી જોઇએ. મારી પાસે વધુ માહિતી નથી પરંતુ ગઢડા પહોંચીસ એટલે જાણવા મળશે તેમ ગોપીનાથજી મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ જણાવ્યું છે.