150 નિર્દોષોનાં મૃતદેહો પર મંડાઈ છે મિજબાની
મોરબી ઝૂલતાં પૂલ હોનારતમાં લગભગ દોઢસો નિર્દોષ લોકોને ભરખી જનાર ઓરેવા કંપનીનાં મેનેજિંગ ડિરેકટર જયસુખ પટેલ આ બનાવ બન્યો ત્યારથી સપરિવાર ફરાર છે. જાણવા મળતી વિગતો મુજબ જયસુખ પટેલ સપરિવાર હરિદ્વાર ભાગી ગયા છે, સૂત્રોનાં જણાવ્યા મુજબ જયસુખ પટેલ ત્યાં આલિશાન બંગલો ધરાવે છે અને આ હવેલી જેવા બંગલામાં જ તેઓ દોઢસો મર્ડર કર્યા પછી ટાઢા કલેજે આરામ ફરમાવી રહ્યાં છે.
અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
હરિદ્વારમાં જયસુખ પટેલનો આલીશાન બંગલો છે અને સૂત્રો જણાવે છે કે, આખો પરિવાર ત્યાં આરામ ફરમાવી રહ્યો છે
મેનેજર દીપક પારેખને બલીનો બકરો બનાવી જયસુખ પટેલ સપરિવાર રફુચક્કર થઈ ગયા!
ઉલ્લેખનીય છે કે, મોરબી ઝૂલતાં પૂલની માનવસર્જીત દુર્ઘટના પછી જયસુખ પટેલ અને તેનાં પરિવારમાંથી કોઈ જાહેરમાં આવ્યું નથી અને પોતાનું નિવાસસ્થાન છોડીને આખો પરિવાર રફુચક્કર થઈ ગયો છે. નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે પણ જયસુખ પટેલ ત્યાં ફરક્યા ન હતાં. બીજી તરફ મોરબીવાસીઓમાં આ બાબતે ભયંકર રોષ છે. જયસુખ પટેલનું નામ પણ એફ.આઈ.આર.માં નહીં હોવાથી મોરબીવાસીઓ ડઘાઈ ગયા છે અને બધાં જ એકસૂરે તેમની ધરપકડની માંગ કરી રહ્યાં છે.
- Advertisement -
‘કોઈ દોષિતને છોડાશે નહીં!’
PM મોદીનાં આ વચનનું કેટલું મૂલ્ય?
મોરબી પુલ દુર્ઘટના પછી આંસુ લૂછવા આવેલાં વડાપ્રધાન મોદીએ એવું જણાવ્યું હતું કે, ‘આ દુર્ઘટનાનાં એકપણ દોષિતને બક્ષવામાં નહીં આવે.’ જો કે, એમનો આ દાવો સાચો ઠરતો દેખાતો નથી. કારણ કે, ઓરેવાનાં જયસુખ પટેલની બેદરકારી સ્પષ્ટ હોવા છતાં તેમની સામે એફ.આઈ.આર. પણ નથી થઈ અને મોદી આવે તે પહેલાં ઓરેવાનું બેનર પણ ઢાંકી દેવામાં આવ્યું હતું. આ બધી વાસ્તવિકતાઓ સ્પષ્ટ કરે છે કે, સરકારી તંત્ર જયસુખ પટેલને બચાવવામાં ઉંડો રસ છે.
મોરબી દુર્ઘટનાને ‘ઈશ્ર્વરની ઈચ્છા’ ગણાવનાર ઓરેવાનાં મેનેજર દીપક પારેખ પર ચોમેરથી ફિટકાર
શું દીપક પારેખને કોઈ લાજ-શરમ નથી? શું તેનો પરિવાર નથી? તેનાં પરિવારમાંથી કોઈ આ દુર્ઘટનાનો ભોગ બન્યું હોત તો?
ખાસ-ખબર સંવાદદાતા
ઓરેવા કંપનીનાં મેનેજર દીપક પારેખને મીડિયા સાથે રમત કરવાની, મીડિયાનાં માર્કેટિંગ તેમજ એડવર્ટાઈઝમેન્ટ વિભાગનાં કર્મીઓને રમાડવાની, ઉલ્લુ બનાવવાની આદત છે. પોતે નવરો બેઠો નખ્ખોદ વાળતો હોય તો પણ મીડિયા કર્મીઓને રાહ જોવડાવવામાં તેને વિકૃત આનંદ આવે છે. પરંતુ આ બધી હરકતો કોર્ટરૂમમાં ચાલતી નથી. કંપનીમાં જે પ્રકારનાં સીનસપાટા કરીને એ જવાબ આપતો હોય છે તેવા જવાબ કોર્ટમાં ન આપી શકે. છતાં તેણે આદતવશ વાહિયાત સ્ટેટમેન્ટ આપ્યું. આખી દુર્ઘટનાને તેણે ‘ભગવાનની ઈચ્છા’ ગણાવી- જેને કારણે ચોમેરથી તેની પર ફિટકાર વરસી રહ્યો છે. લોકોમાં આ નિવેદન બાબતે એટલો તીવ્ર ગુસ્સો છે કે, દીપક હાથમાં આવે તો તેનાં અંગેઅંગ તોડી નાંખે. અને પછી બધાં કહે કે, ‘આ તો ઈશ્ર્વરની ઈચ્છા હતી!’
દીપક પારેખ અને જય સચદેવ જેવાં સળંગડાહ્યા મીડિયા મેનેજરો જ કંપનીનો સોથ વાળી નાંખે છે
દોઢ ડાહ્યા મીડિયા મેનેજરો અને શઠ માલિકો
ઓરેવાનાં દીપક પારેખ, બાલાજી વેફર્સના જય સચદેવ જેવાં મીડિયા મેનેજરો પોતાની જાતને કોઈ મહાન હસ્તી સમજતાં હોય છે, વાસ્તવમાં તેમની હેસિયત હસ્તી તો શું પસ્તી જેટલી પણ નથી હોતી. સૌરાષ્ટ્રનાં ઢોંચા જેવાં દેશી માલિકોને પ્રોફેશનલ માણસ રાખવો નથી હોતો. તેથી આવા અનાડી, અલેલટપ્પુઅને બિખ્ખા જેવાં લોકોને મેનેજર બનાવી દે છે- જેને પબ્લિક રિલેશન કે મીડિયાની કશી જ ગતાગમ હોતી નથી. પછી આ જ ઉંદરડીઓ પોતાને સાવજ સમજવા લાગે છે અને છેવટે તેમનો આવો અભિગમ કંપનીને જ નુકસાન કરે છે.