ખાસ-ખબર સંવાદદાતા
ભાદર યોજના આધારિત ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઈપલાઈન ઘણી જ જૂની હોવાના કારણે અલગ અલગ સ્થળ પર લીકેજ રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જે અન્વયે તા. 15 ને ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ, નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 18 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું, પરંતુ ઉક્ત રીપેરીંગ કામો આજરોજ સમયસર પૂર્ણ થઈ જતાં તા. 15 ને ગુરુવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના (વોર્ડ નં. 7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ), નારાયણનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 18 પાર્ટ)માં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે. આવતીકાલથી 7 પાર્ટ- ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, 14-પાર્ટ વાણીયાવાડી, ગાયત્રીનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ) મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબનગર, અમૃતપાર્ક, 17-પાર્ટ નારાયણનગર ભાગ-1-2, વાલકેશ્ર્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દીરાનગર 1-2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચાવાળો ભાગ અને 18-પાર્ટ ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારાયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઈ પરા, શિવમ ખાડો, શીતળાધાર, રેલવે બોર્ડ કવાર્ટસ, શુભમ પાર્ક, સીતારામ સોસાયટી, સોલવંટ કવાર્ટસમાં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
આવતીકાલથી વોર્ડ નં. 7, 14, 17 અને 18માં પાણી વિતરણ રાબેતા મુજબ ચાલું રહેશે
