આ ઐતિહાસિક કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા લગભગ 12:30 વાગ્યે લાગુ કરવામાં આવશે
તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી : CM ધામી
- Advertisement -
મુખ્યમંત્રી ધામીએ વધુમાં કહ્યું, ‘અમે અમારી પ્રતિબદ્ધતાઓ પૂરી કરી રહ્યા છીએ. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું તેનું ઉદાહરણ છે. રાજ્ય સરકારે તેનું કામ પૂર્ણ કરી લીધું છે અને જાન્યુઆરી 2025 થી સમગ્ર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.
સરકાર તેનું વચન પૂરું કરવા જઈ રહી છે
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે રાજ્યના લોકોને 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાવવાનું વચન આપ્યું હતું. સરકાર બનાવ્યા બાદ અમે આ કામ પ્રાથમિકતાના આધારે કર્યું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC)નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો અને તેના પર એક એક્ટ લાવવામાં આવ્યો. હવે અમે તે વચન સંપૂર્ણ અને ઔપચારિક રીતે પૂર્ણ કરવાના છીએ. આ એક સુમેળભર્યા ભારતના નિર્માણના વડા પ્રધાનના સંકલ્પને અનુરૂપ હશે, જ્યાં કોઈપણ ધર્મ, લિંગ, જાતિ અથવા સમુદાય સામે કોઈ ભેદભાવ નહીં હોય.
- Advertisement -
આ રાજ્યમાં પહેલેથી જ લાગુ છે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)
ભારતીય બંધારણમાં ગોવાને વિશેષ રાજ્યનો દરજ્જો મળ્યો છે. તેમજ કાયદો બનાવીને સંસદે ગોવાને Portuguese Civil Code લાગુ કરવાનો અધિકાર આપ્યો હતો. તેથી ગોવા એકમાત્ર રાજ્ય છે જ્યાં UCC લાગુ છે. હવે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનશે જ્યાં સ્વતંત્રતા પછી સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે.
જાણો શુ છે યુનિફોર્મ સિવિલ કોડ ?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઈન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે.
UCC લાગુ થતા થશે આ ફેરફારો
UCC લાગુ થયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામસભા સ્તરે પણ ઉપલબ્ધ રહેશે.
UCC લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. જો કે, અન્ય ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
UCC લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે. વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે.
ઉત્તરાખંડમાં UCC લાગુ થયા બાદ કપલ્સ માટે લિવ-ઈન રિલેશનશિપની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. જો દંપતીની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોય તો તેમણે રજીસ્ટ્રેશન દરમિયાન તેમના માતા-પિતાનો સંમતિ પત્ર પણ આપવો પડશે. તેમજ જો UCC હેઠળ, લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય છે તો જન્મેલા બાળકને પણ વિવાહિત યુગલના બાળક જેટલો જ અધિકાર મળશે.
યુનિફોર્મ સિવિલ કોડના નિયમો અને કાયદામાંથી હાલ અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે.
આ સિવાય ટ્રાન્સજેન્ડર અને પૂજા અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.
UCC લાગુ થતા થશે અનેક ફેરફારો
UCC લાગુ થયા બાદ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત બની જશે. નોંધણીની સુવિધા દરેક ગ્રામસભા સ્તરે પણ ઉપલબ્ધ રહેશે.
કોઈપણ વ્યક્તિ માટે તેની જાતિ, ધર્મ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડાનો સમાન કાયદો હશે. હાલમાં દેશમાં દરેક ધર્મના લોકો આ બાબતોને તેમના અંગત કાયદા દ્વારા ઉકેલે છે.
રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકવામાં આવશે. તેમજ છોકરીઓના લગ્નની ઉંમર જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રહેશે. એટલે કે છોકરીની લગ્નની ઉંમર 18 વર્ષ હશે.
UCC લાગુ થયા બાદ તમામ ધર્મના બાળકોને દત્તક લેવાનો અધિકાર મળશે. અન્ય ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં.
UCC લાગુ થયા બાદ ઉત્તરાખંડમાં હલાલા જેવી પ્રથા પણ બંધ થઈ જશે. વારસામાં છોકરીઓને છોકરાઓની જેમ સમાન હિસ્સો મળશે.
– યુનિફોર્મ સિવિલ કોડના નિયમો અને કાયદામાંથી હાલ અનુસૂચિત જનજાતિને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવી છે.
– આ સિવાય ટ્રાન્સજેન્ડર અને પૂજા અને પરંપરાઓ જેવી ધાર્મિક બાબતો સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.




