7 દિવસમાં પેટ્રોલ, 4 રૂપિયા અને ડીઝલમાં 4.10 રુપિયા મોંઘુ થયું છે
આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલના ભાવ ખૂબ જ વધી ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ ના કારણે કાચા તેલની સપ્લાય પર ભારે અસર પડી છે. જેના કારણે આ કિંમતમાં વધારો થયો છે. જેથી છેલ્લાં 6 દિવસમાં 5 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે સવારે 6 વાગ્યાથી પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. . ગઈ 22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરુ થયુ હતુ. બસ ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક દિવસ છોડીને દરરોજ કિંમતોમાં થોડો થોડો વધારો થઈ રહ્યો છે. 28 માર્ચના રોજ થવા જઈ રહેલાં ભાવ વધારાને આની સાથે જોડી લેવામાં આવે તો 7 દિવસમાં પેટ્રોલ 4 રુપિયા અને ડીઝલ 4.10 રુપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.
આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતથી જ સૂર્ય આકરા પાણીએ!
https://khaskhabarrajkot.com/2022/03/28/the-sun-has-been-shining-since-the-beginning-of-summer/


