ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયા બાદ હવે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. વાત જાણે એમ છે કે, મુખ્યમંત્રી આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે છે. દિલ્હીમાં તેઓ ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેશે. આ સાથે આગામી G20 અંગે યોજનારી બેઠકમાં પણ ભાગ લેશે. મહત્વનું છે કે, ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ હવે ગુજરાત પ્રદેશ ભાજપમાં પણ મોટા ફેરફાર જોવા મળી શકે છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી 2 દિવસ દિલ્હીના પ્રવાસે છે. મહત્વનું છે કે, ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. આ સાથે તેઓ આગામી G20 અંગે યોજનારી બેઠકમાં પણ ભાગ લેશે. જોકે આ રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ ગુજરાત ભાજપમાં પણ મોટા ફેરફાર આવી શકે છે.
- Advertisement -
રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થશે ફેરફાર
મહત્વનું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ ઉત્તરાયણના તહેવારને લઈ ગુજરાત આવ્યા હતા. જોકે હવે અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાનાર છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.
ગુજરાત પ્રદેશ ભાજપમાં ફેરફાર ?
ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાની કવાયત શરૂ થઈ છે. વિગતો મુજબ આગામી દિવસોએ ભાજપમાં કેટલાક ફેરબદલ થશે. જેમાં સંગઠનના હોદ્દા પર રહેલા જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય તેઓના રાજીનામા લેવાશે. જેનો મુખ્ય હેતુ એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાનો છે.