વર્ષે 7.25 લાખ મુલાકાતીઓ કરે છે પ્રાણીઉદ્યાનની મુલાકાત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતેથી સિંહ, દીપડા, જંગલી, કુતરા, અજગર, સાપ વગેરે પુના મોકલવામાં આવશે. જ્યારે, પુનાથી ઝરખ અને વરુ રાજકોટ લાવવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરી હતી તેમ, મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશ્નર આનંદ પટેલ અને બાગ બગીચા સમિતિ ચેરમેન અનિતાબેન ગોસ્વામીએ જણાવ્યું હતું.
સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી તથા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન, રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના તથા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવા મંજુરી આપવામાં આવેલ હતી. જે અંતર્ગત નીચેની વિગતે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવેલ.