– બ્રિટાનીયા, ટાટા સહિત અનેક કંપનીઓ મોટા અનાજમાંથી તૈયાર ફૂડ આઈટમ રજુ કરવા તૈયાર
પેકેજડ ફૂડ આઈટમથી લઈને દારૂની ભઠ્ઠી (બ્રવરીજ) અને રેસ્ટોરન્ટ સુધીમાં નેસ્લા, આઈટીસી, બ્રિટાનીયામાં, એચયુએસ, ટાટા ક્ધઝયુમર્સ, વીરા-91, અને સ્લર્પ ફાર્મ સહિત મોટી કંપનીઓ મોટા અનાજને પ્રોત્સાહન આપવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.અહેવાલો મુજબ આ કંપનીઓ મોટા અનાજ આધારીત પેકેજડ ફૂડ આઈટમ, બિયર અને રેસ્ટોરન્ટ મેનુ રજુ કરવા
- Advertisement -
કે પોતાના હાલના મેનુને પ્રોત્સાહન આપવાની યોજના પર કામ કરી રહી છે. તેમનો મોટા અનાજ પોર્ટફોલીયો, ભારતને તેના માટે એક ગ્લોબલ સેન્ટર બનાવવાની કેન્દ્ર સરકારની હાલની રીપોર્ટની સાથે જોડાયેલો છે. બ્રિટાનીયાના ચીફ ડેવલપમેન્ટ અને કવોલીટી ઓફીસર સુધીર નેમાએ કહ્યું હતું કે અમે અમારા ફૂડમાં સમગ્ર અનાજની સાથે સાથે વધુ માત્રામાં સુપર અનાજ સીડ,નટ અને ફળોને સામેલ કરીને નવી આઈટમ તૈયાર કરવા પર કામ કરી રહ્યા છીએ. નેમાએ વધુમાં જણાવ્યું હતું
કે બ્રિટાનીયા પહેલાથી જ પોતાના ન્યુટ્રીચોઈસ બિસ્કીટ બ્રાન્ડ અંતર્ગત બાજરા ઓટસ, સીડ અને જડીબુટ્ટીઓને મેળવીને પેકેજડ ફૂડ આઈટમ રજુ કરી રહી છે.હવે કંપની મોટા અનાજને પ્રોત્સાહન આપવા માટે ખેડુત સમુદાયો, મિલ માલીકો અને સરકારી સંસ્થાઓ સાથે સંપર્ક વધારી રહી છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે હાલમાં જ જણાવ્યું હતું કે આ વર્ષ મોટા અનાજને એક મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.આ વર્ષે મોટા અનાજને આંતર રાષ્ટ્રીય વર્ષ જાહેર કરાયું છે.