પીએમ મોદીએ 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી અને સાથો સાથ PM મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું પણ અયોધ્યા ધામમાં ઉદ્ઘાટન કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય અયોધ્યા મુલાકાતે આવ્યા હતા અને 15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. આટલું જ નહીં પરંતુ શ્રી રામની નગરી દેશના વિવિધ શહેરો માટે ભેટનું બોક્સ પણ ખોલ્યું છે. પીએમ મોદી દેશના અલગ-અલગ સ્ટેશનો પરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી અને સાથો સાથ PM મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું પણ અયોધ્યા ધામમાં ઉદ્ઘાટન કર્યું છે.
- Advertisement -
15,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું
અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ જનસભાનું સંબોધન કર્યું હતું. આ જાહેર સભામાં જ 15 હજાર 700 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. આમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂ. 4600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
#WATCH | PM Narendra Modi greets people as he arrives in Ayodhya, Uttar Pradesh
PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/zqpaqjzzW4
- Advertisement -
— ANI (@ANI) December 30, 2023
બે અમૃત ભારત અને છ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી
વડાપ્રધાન શનિવારે સવારે અયોધ્યામાં છ વંદે ભારત અને બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. તેમાંથી અયોધ્યા-આનંદ બિહાર વંદે ભારત અને દિલ્હી-દરભંગા અમૃત ભારત ટ્રેનોને અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન અને અન્ય વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુનઃવિકાસિત અયોધ્યા ધામ જંકશન રેલ્વે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
#WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh
Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp
— ANI (@ANI) December 30, 2023
દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર
રામ મંદિરના નિર્માણ બાદ અહીં આવનારા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તૈયાર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તૈયારીઓની સમીક્ષા કરી છે. વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે આજે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે જ PM મોદીએ ગઈકાલે એક પોસ્ટ કરી હતી કે, જેમાં મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય વિમાનમથકની કેટલીક તસવીરો શેર કરી હતી.
#WATCH | | Folk artists perform in Ayodhya, Uttar Pradesh
PM Narendra Modi inaugurated the redeveloped Ayodhya Dham Railway Station and flagged off new Amrit Bharat trains and Vande Bharat trains. The PM will shortly inaugurate the Maharishi Valmiki International Airport… pic.twitter.com/8NlJiwpAId
— ANI (@ANI) December 30, 2023
આંતરરાજ્ય બસ સ્ટેન્ડ એટલે કે ISBTની ભેટ મળી
અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓ અને મુસાફરોને એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન તેમજ આંતરરાજ્ય બસ સ્ટેન્ડ એટલે કે ISBTની ભેટ મળી છે. તે ઘણા તબક્કામાં વિકસાવવામાં આવ્યું છે. બસ સ્ટેન્ડનું પણ આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. અહીં અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. પરિવહનની સુવિધા માટે, પેસેન્જર હેલ્પ સેન્ટર્સ, રાત્રી આશ્રયસ્થાનો અને વેઇટિંગ રૂમ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (UPSRTC)ના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આગરા જેવા મુખ્ય પ્રવાસન સ્થળોથી અયોધ્યા પહોંચવા માટે વિશેષ બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. સરકારી સિવાય ખાનગી બસોની મદદથી પણ અયોધ્યા પહોંચી શકાય છે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7
— ANI (@ANI) December 30, 2023
અયોધ્યા પહોંચતા જ ત્રેતાયુગની ઝલક જોવા મળશે
શ્રી રામના સ્વાગત માટે અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. અયોધ્યાના ચોક અને ચોકથી માંડીને મઠ અને મંદિરના રસ્તાઓ સુધી બધુ જ રોશનીથી ઝળહળી રહ્યું છે. રસ્તાના કિનારે સ્થાપિત સૂર્યસ્તંભ ભગવાન રામના સૂર્યવંશી હોવાના પ્રતીકને દર્શાવે છે. અયોધ્યા એરપોર્ટ અને સ્ટેશન તરફ જતા રસ્તાઓ સાથે, પદયાત્રીઓ માટે ફૂટપાથ પણ સજાવવામાં આવી રહ્યા છે. અયોધ્યા સ્ટેશનનો પ્રથમ તબક્કો 2022માં જ પૂર્ણ થઈ ગયો છે. ત્રેતાયુગની ઝલક પણ કલાકારો અને કારીગરોની મદદથી દરેક મુખ્ય જગ્યાએ કોતરવામાં આવી રહી છે. સ્ટેશનથી એક કિલોમીટર ચાલીને રામ મંદિર પહોંચી શકાય છે.