સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો બીજો તબક્કો, 55 ઓબ્ઝર્વર ફરજ પર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી 19 જુલાઈથી બીજા તબક્કાની પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. જેમાં કુલ 75 કેન્દ્ર પર અલગ અલગ કોર્ષના કુલ 21,331 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે 55 જેટલા ઓબ્ઝર્વર ફરજ બજાવશે. જેમાં એક્સ્ટર્નલમાં બી.એ. સેમેસ્ટર 2માં 4250, એમ.કોમ. સેમેસ્ટર-2માં 2332, એમ.એ. સેમેસ્ટર-2માં 2044, બી.એ. સેમેસ્ટર-6માં 1157, બી.કોમ. સેમેસ્ટર-2માં 1058 અને સેમેસ્ટર-6માં 302, એમ.કોમ. સેમેસ્ટર-4માં 329, એમ.એ. સેમેસ્ટર-4માં 285 જયારે રેગ્યુલરમાં બી.કોમ. સેમેસ્ટર-6માં 4133, એલ.એલ.બી. સેમેસ્ટર-2માં 2076, બી.એ. સેમેસ્ટર-2માં 1757, બી.એસસી. સેમેસ્ટર-6માં 881, બી.સી.એ.સેમેસ્ટર-6માં 261, બી.બી.એ.સેમેસ્ટર-4માં 229, જ્યારે એમ.એસસી.આઈ.ટી. અને એમ.એસસી.એચ.એસ.માં 1-1 છાત્ર એક્ઝામ આપશે. હાલ ચાલી રહેલી પરીક્ષા 16 જુલાઈને શનિવારના રોજ પૂર્ણ થઇ રહી છે.