રાજકોટ તા.૭ ઓગષ્ટ – રાજકોટ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૧ થી જૂન-૨૦૨૧ સુધીમાં વિના મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજના અંતર્ગત ૨૦૪૭૦ દિવ્યાંય લાભાર્થીઓ ભાઇ-બહેનોના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તેમજ આ યોજનાનો લાભ લેવા માટે ૧૯૦ લાભાર્થીઓની આવેલ અરજીઓ મંજૂર કરાઇ હોવાનું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મેહુલગીરી ગૌસ્વામીએ જણાવ્યુ હતું.
ગુજરાત રાજયમાં દિવ્યાંગ વ્યકિત સાથે સાથીદારને પણ કેટલાક કિસ્સામાં એસટીમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળવાપાત્ર છે જે અન્વયે ૮૦ ટકાથી વધુ અંધત્વ, ઓછી દ્ષ્ટિ, હિમોગ્લોબીનની ઘટેલી માત્રા, સેરેબલપાલ્સી, માનસિક બિમાર, બહુવિધ સ્કેલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ચેતા તંત્ર, ન્યુરોની વિકાસલક્ષી સ્થિતીમાં ક્ષતી, બહેરા, અંધત્વ સહિત અનેક અપંગતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને સો ટકા રાહત આપવામાં આવે છે.
- Advertisement -
૮૦ ટકાથી વધુ સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતી ધ્રુજારી, સ્નાયુબધ્ધ કઠોરતા, રકતપિત, હલન ચલન સાથેની અશકતતા ધરાવતા દિવ્યાંગ વ્યકિતના સહાયકને ૫૦ ટકા રાહત મળે છે.
૪૦ ટકાથી વધુ બૌધ્ધિક અસમર્થતા ધરાવતા વ્યકિતના સહાયકને સો ટકા, માનસિક બિમાર વ્યકિતના સહાયકને પ૦ ટકા, ચેતાતંત્ર-ન્યુરોની વિકાસલક્ષી સ્થિતીમાં વ્યકિતના સહાયકને પ૦ ટકા અને બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા ધરાવતા વ્યકિતના સહાયકને પ૦ ટકા રાહત આપવામાં આવે છે.
દિવ્યાંગ ઓળખકાર્ડ ખોવાઇ જાય કે રદ કરવા પાત્ર થતા ડુપ્લીકેટ કાર્ડ કઢાવવા માટે આ અંગેની અરજી કરવાની રહે છે. રદ કરવા પાત્ર ઓળખકાર્ડ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં જમા કરાવવાથી ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવામાં આવે છે.
- Advertisement -
દિવ્યાંગ ઓળખકાર્ડ મેળવવા અરજદારે આધાર કાર્ડની પ્રમાણિત નકલ, જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી દર્શાવતું ડોકટરી સર્ટીફિકેટ, અરજી સાથે બે તાજા પડાવેલ સ્ટેમ્પ સાઇઝના ફોટા, રેશનકાર્ડની ઝેરોક્ષ, ગુજરાત રાજયના કાયમી વસવાટના પુરાવા, બ્લડગ્રુપનો દાખલો, બેંક પાસ બુકની પ્રમાણિત નકલ, અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં.પ, રેસકોર્ષ રોડ, રાજકોટ ખાતેથી વિનામૂલ્યે મળી શકશે અને આ કચેરીમાં જ અરજીપત્રક ભરીને રજૂ કરવાનું રહે છે.