વિધાર્થીઓની પરિક્ષા લઈને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે: મ્યુનિ. કમિશનર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા ૠઙજઈ અને સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 3 લાઇબ્રેરીઓમાં નિ:શૂલ્ક તાલીમ વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ વર્ગોમાં ઓનલાઈન તાલીમ આપવામાં આવશે. જેની શરૂઆત એક મોટા સેમિનારથી કરાશે અને ત્યારબાદ ઇચ્છુક વિધાર્થીઓની પરિક્ષા લઈને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થીઓ પોતાના અભ્યાસની તૈયારીઓ કરી શકે તે માટે વિધાર્થીઓને ફ્રી વાંચનાલય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિવિધ લાઇબ્રેરીઓમાં 815 બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે જેનો દરરોજ સરેરાશ 1000 થી 1200 વિધાર્થીઓ લાભ મેળવી રહ્યા છે.
- Advertisement -
મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઈ વૈધ લાઈબ્રેરી, રૈયા રોડ, દતોપંત ઠેંગડી પુસ્તકાલય, શ્રોફ રોડ, અને ડો. બાબા સાહેબ આંબેડકર ભવન પુસ્તકાલય જીલ્લા ગાર્ડનમાં ઓડિયો વિઝયુઅલ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.