જસદણમાં કાલે રવિવારે વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝર દ્વારા જસદણમાં રહેતા મેમન જમાતનાં ગરીબ પરિવારો માટે તદન ફ્રિમાં ફલેટો આપવાના હોય તેનાં ખાત મુહુર્તમાં વર્લ્ડ મેમન જમાતનાં અનેક હોદેદારો ગુજરાત તેમજ બીજા રાજયોમાંથી અનેક આગેવાનો તેમજ દાતાશ્રીઓ ઉપસ્થિત રહેવાનાં હોય જસદણ મેમન જમાતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
જસદણનાં ગઢડીયા રોડ ઉપર આવેલ મેમન કોલોની વર્ષોથી જુની હોય સાવ જર્જરીત થઇ ગઇ છે આ સોસાયટીમાં રહેતા તેમજ જસદણનાં બીજા ગરીબ પરિવારો માટે વર્લ્ડ ઓર્ગેનાઇઝર દ્વારા મોટુ યોગદાન આપવામાં આવ્યુ હોય તેમજ સ્થાનિક અને બીજા દાતાઓ દ્વારા આપવામાં આવેલ ફંડ દ્વારા ર૦ પરિવારો માટે ‘આશીયાના’ પ્રોજેકટ હેઠળ ફલેટ બનાવવાનાં હોય તેની પાયા વિધિ વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝરનાં જનરલ સેક્રેટરી શાબીરભાઇ પટકા મુંબઇના હસ્તે રાખવામાં આવ્યું છે.
- Advertisement -
આવતી કાલે સવારે ૧૦ વાગ્યે પ્રારંભ થનારા આ સમારોહમાં અહેશાનભાઇ ગાડાવાળા, હસનભાઇ અઘાડી, ભારતનાં જાણીતા હાર્ટ સર્જન ડો. નાસીર ફુલારા, સોહીલ ખંડવાલા, ઇમ્તીયાઝ મોટરવાલા, જાવેદ પારેખ, ઇરફાનભાઇ ખીમાલત બધા મુંબઇ વગેરે મહાનુભાવો તેમજ જસદણ મેમન જમાતના પ્રમુખ ઇમરાનભાઈ ખીમાણી, રશીદભાઇ ગનીયાણી, રાહીલભાઈ પરીયાણી, તૌફિકભાઈ ખીમાણી, સલીમભાઇ ખીમાણીની હાજરીમાં પાયા વીધી યોજાશે.
આ કાર્યક્રમની સાથે રાજકોટ જીલ્લા ભાજપ લઘુમતી મોર્ચા અને જસદણ લઘુમતિ મોર્ચાનાં નેઝા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ કોવિડ રસીકરણનાં કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આને લઈ જસદણ મુસ્લિમ સમાજમાં અનેરો આનંદ છવાયો છે.


