ત્રીજા નોરતે ખેલૈયાઓ ઉમટી પડ્યા, વિજેતાઓ પર સોના-ચાંદીની વર્ષા થઇ
આજે 7500થી વધુ ખેલૈયા મન મુકીને ઝૂમશે, સોનાની ગીનીઓ અને ચાંદીના બિસ્કિટ જીતવાની તક
- Advertisement -
શહેરના નવા 150 ફૂટ રીંગ રોડ પર કોકોનેટ કાઉન્ટરી પાર્ટી પ્લોટની સામે સરદારધામ રાસોત્સવમાં સંસ્થાના પ્રમુખ જીતુભાઈ સોરઠીયા(મવડી)એ આજે સર્વે સમાજની બહેનોને નિ:શુલ્ક રાસ રમવાનું જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. આજે 7500થી વધુ ખેલૈયાઓ ગ્રાઉન્ડ પર ગરબે ઝૂમશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સરદારધામ રાસોત્સવમાં સંસ્થાના પ્રમુખ જીતુભાઈ સોરઠીયાએ પાટીદાર સમાજ સિવાયની બાળાઓ, યુવતીઓ અને મહિલાઓને આજે ફ્રી એન્ટ્રીની ધમાકેદાર જાહેરાત કરી છે. તમામ સમાજની બહેનોને પણ પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ સોનું ચાંદી જીતવાની તક આપી છે. ત્યારે આજે સરદારધામ રાસોત્સવના ગ્રાઉન્ડમાં હૈયેહૈયું દળાય એટલી ભીડ ઉમટી પડશે. તમામ સમાજની બહેનોને આધાર કાર્ડ પર નિ:શુલ્ક પ્રવેશ મળશે. આધારકાર્ડ વગર ફ્રી એન્ટ્રી મળશે નહિ.
ગઈકાલે ત્રીજા નોરતે સિનિયર કેટેગરીમાં પ્રથમ ક્રમે રહીને જીગ્નેશ મેઘાણી 2 ગ્રામ સોનાના વિજેતા જાહેર થયા હતા. જ્યારે બીજા ક્રમે નરેન્દ્ર રૂપારેલિયાએ 100 ગ્રામ ચાંદી અને ત્રીજા ક્રમે રહેનાર જયમીન કેસરિયાએ 50 ગ્રામ ચાંદી જીતી હતી. જ્યારે સિનિયર કેટેગરી પ્રિન્સેસમાં પ્રથમ ક્રમે વૃષ્ટિ સગપરિયાએ 2 ગ્રામ સોનું, બીજા ક્રમે પ્રતીક્ષા જોશીએ 100 ગ્રામ ચાંદી, તૃતીય ક્રમે ક્રિના જીવાણી તથા શિવાની ગોહેલને 50-50 ગ્રામ ચાંદી પુરસ્કાર રૂપે મળી હતી. જ્યારે વેલડ્રેસ સિનિયર પ્રિન્સમાં સાહિલ મેઘાણી તથા પ્રિન્સેસમાં ખુશાલી ડેડકીયા 50-50 ગ્રામ ચાંદીના વિજેતા જાહેર થયા હતા. આ ઉપરાંત જુનિયર કેટેગરીમાં પ્રિન્સ હેત અકબરીએ 1 ગ્રામ સોનું, શિવમ વૈષ્ણવએ 50 ગ્રામ ચાંદી અને કુંજ ચોવટીયાએ 25 ગ્રામ ચાંદી જીતી અનુક્રમે પ્રથમથી તૃતીય ક્રમે રહ્યા હતા. જુનિયર પ્રિન્સેસ ક્રિશા મેઘાણી 1 ગ્રામ સોનાની ગીની, વોરા વૈદેહી 50 ગ્રામ ચાંદી અને હસ્તી સરધારા 25 ગ્રામ ચાંદી જીતી અનુક્રમે પ્રથમથી તૃતીય ક્રમે વિજેતા જાહેર થયા હતા. જ્યારે વેલડ્રેસ જુનિયર પ્રિન્સ તેજ ટીલાવા અને પરમાર શ્રેયા 25-25 ગ્રામ ચાંદીના હકકદાર બન્યા હતા.
ત્રીજા નોરતે સરદારધામ રાસોત્સવમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓએ ઉપસ્થિત રહી પાટીદાર યુવા, યુવતીઓના કલા-કસબને ભારે રસપૂર્વક નિહાળી ખેલૈયાઓને બિરદાવ્યા હતા. જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મેયર નયનાબેન પેઢડિયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષ રાડિયા, શાસક પક્ષ નેતા લિલુબેન જાદવ, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પુજારા, શહેર ભાજપ મંત્રી ભરત શિંગાળા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, માધવ દવે તથા શહેર ભાજપ ઉપાધ્યક્ષ પૂજા પટેલ, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ કિરણબેન માકડિયા, સરદારધામ મહિલા અગ્રણી જ્યોતિબેન ટીલવા, કોર્પોરેટરો વિનુ સોરઠીયા, રણજીત સાગઠીયા, કોર્પોરેટર પ્રતિનિધિ ફર્નાન્ડીઝ પાડલિયા, મહેશ પીપળીયા, મુળુભાઇ આદેડરા, વિનોદ ઇસોટીયા, પ્રવીણ પાધડાર, સંજય બોરીચા અને પ્રવીણ ઠુંમર સહિતનાએ સરદારધામ યુવા સંગઠન એવમ નવરાત્રિ આયોજન સમિતિ અને સંસ્થાના પ્રમુખ જીતુભાઈ સોરઠીયાને સમાજના યુવાધનને લક્ષ્યમાં રાખી વિશાળ પાયા પર ભવ્ય અને જાજરમાન આયોજન બદલ બિરદાવ્યા હતા.