રામમંદિરની પુન: પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત
ખાસ-ખબર સંવાદદાતા
રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામમંદિરની પુન: પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની મુલાકાત માટે તા. 22ના રોજ નિ:શુલ્ક પ્રવેશની જાહેરાત મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા એક યાદીમાં જણાવ્યું છે કે વોર્ડ નં.15માં આજી ડેમ પાસે, કિશાન ગૌશાળા રોડ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ રામવન આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામમંદિરની પુન: પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ નાગરિકો રામવનની મુલાકાત લઇને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત અર્બન ફોરેસ્ટ (રામવન)ની તા. 22 ને સોમવારના રોજ મુલાકાત માટે એક દિવસ નિ:શુલ્ક પ્રવેશ આપવાની જાહેરાત કરવામાં આવી છે.