ગઈકાલે તારીખ 20મી જૂનના રોજ દ્વારકા મુકામે “આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ”(દ્વારકા જિલ્લા) તેમજ “સંજીવની આયુર્વેદિક દ્વારકા”ના સહયોગથી ફ્રી આયુર્વેદિક કેમ્પનું સરસ અને સફળ આયોજન, ચરખલા રોડ, અખિલ આહીર સમાજ, દ્વારકા પાસે, સંજીવની આયુર્વેદ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં દ્વારકા આહિર સમાજના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજના અગ્રણી પરબતભાઇ લગારિયા, તત્કાલીન પ્રમુખ વી.ડી.ગોજિયા સાહેબ, નગાભાઇ કંડોરિયા, મેરામણભાઇ, અરજણભાઇ તથા અન્ય દ્વારકા આહિર સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી. આજુબાજુના 70 થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

સમગ્ર કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા કન્વીનર રુદ્રભાઈ અને સહ કન્વીનર દીપકભાઈ કંડોરીયા અને દ્વારકા જિલ્લા કન્વીનર્સ ટીમે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
- Advertisement -


