ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જેલમાં રહેલા કાચા કામના કેદી રમેશભાઇ ડાયાભાઇ રામાણીના પત્ની કુસુમબેન અને જૂનાગઢ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનામાં જૂનાગઢ જેલમાં જેલવાસ ભોગવતા કાચા કામના કેદી રાજય જગદીશ ચંદ્ર ઠાકરના પત્ની અવનીબેનને તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા ઇસમે ફોન કરીને જણાવેલ કે હું જૂનાગઢ જેલમાંથી જેલ વાળા બોલુ છુ અને તમારા પતિએ મને તમારા મોબાઇલ નંબર આપેલ છે અને તમારા પતિને જેલમાં રહેવા માટે બેડ તથા સવારે ચા, નાસ્તો અને બપોરે, સાંજે જમવાની સુવિધા અપાવવી હોય તો તમે રૂા.15000 ગુગલ પેમાં ટ્રાન્સફ કરી દેજો તમે જણાવ્યુ હતુ. અંતે સાયબર પોલીસે જેલ વાળાની ફરિયાદ લઇ અજાણ્યા શખ્સ સામે રૂપિયા 30 હજારની ઓનલાઇન નાણાંકીય છેતરપીંડીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પીઆઇ વી.જે.સવાજ ચલાવી રહ્યા છે.