ડૉ. સુધીર શાહ એડવોકેટ
બનાવટી લગ્નનું કડવું પરિણામ: જેલ, દંડ અને દેશનિકાલ: આ કાયદા હેઠળ પકડાઈ જવાથી 5 વર્ષની જેલ, 50,000નો દંડ અને અમેરિકામાં કાયમી પ્રવેશબંધી જેવી સજા થઈ શકે છે
- Advertisement -
અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા ‘બનાવટી લગ્ન’ : એક ખતરનાક ટ્રેન્ડ
49 વર્ષની પણ ફ્ક્ત 29ની જ લાગે એવી એક સંતાન ધરાવતી નિર્દોષ છૂટાછેડા લીધેલ અમેરિકન સિટીઝન લગ્ન માટે એક સારા યુવકની શોધમાં છે. તો જો આપ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરવા ઈચ્છતા હો તો સંપર્ક કરો.’ આવી આવી જાહેરખબરો આજથી થોડા વર્ષો પૂર્વે પુષ્કળ જોવા મળતી હતી.જો તમે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો તો એ અમેરિકન સિટીઝન તમારા લાભ માટે ઈમિજીએટ રિલેટેડ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આવા પિટિશનો વાર્ષિક કોટાના કોઈ પણ પ્રકારના બંધનોથી સીમિત નથી હોતા. એક વર્ષની અંદર એ ગમે તેટલી સંખ્યામાં ઈમિગ્રન્ટ વિઝા આપી શકે છે. અને જો તમે ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કરો તો એ ગ્રીન કાર્ડ ધારક તમારા લાભ માટે ફેમિલી સેક્ધડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડનું પિટિશન દાખલ કરી શકે છે. આ પિટિશનો કોટાના વાર્ષિક બંધનોથી સીમિત હોય છે એટલે એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળતા ગ્રીન કાર્ડ મળતા બેઠી ત્રણ યા એથી પણ થોડો વધુ સમય લાગે છે. પણ અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરો તો એકાદ વર્ષની અંદર જ તમને ગ્રીન કાર્ડ મળી શકે છે અને ગ્રીન કાર્ડ ધારકો જોડે લગ્ન કરો તો બેઠી ત્રણ વર્ષ કે એથી થોડા વધુ સમય પછી તમને ગ્રીન કાર્ડ મળી શકે છે.આથી જેઓ અમેરિકામાં કાયમ રહેવા ઈચ્છતા હોય પણ અન્ય કોઈ પ્રકારના વિઝા અન્ય કોઈ પ્રકારનું પિટિશન તેઓ દાખલ કરી શકે એમ ન હોય, એમનામાં એવી લાયકાત ન હોય, એમના કોઈ અંગત સગાં અમેરિકન સિટીઝન કે ગ્રીન કાર્ડ ધારક ન હોય અને હોય તોપણ તેઓ જે પિટિશન દાખલ કરે એને પ્રોસેસ થઈને એપૃવ થતા અને એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા મળતા ગ્રીન કાર્ડ મળતા વર્ષોના વર્ષો લાગી જાય એટલે અનેક પરદેશીઓ આવી જાહેર ખબરો વાંચીને એ અમેરિકન સિટીઝન જોડે યા ગ્રીન કાર્ડ ધારકો જોડે લગ્ન કરે. આ લગ્ન સાચા ન હોય. આવા લગ્નો ફક્ત ગ્રીન કાર્ડ મેળવવા માટે જ હોય. જે લોકોએ આ જાહેરખબર આપી હોય તેઓ પરદેશીઓ જોડે લગ્ન કરવા માટે 15,20,25 કે 50 હજાર ડોલર જેવી એ સામેવાળી પરદેશી વ્યક્તિની શક્તિ અને જરૂરિયાત એ પ્રમાણે પૈસા લે.
હવે આવી રીતે લગ્ન કરતા શરૂઆતમાં બહુ ઘણા લોકો વધી ગયા હતા અને અમેરિકાની સરકારને જાણ થઈ કે લોકો આ જે અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરતા કે ગ્રીન કાર્ડ ધારાકો જોડે લગ્ન કરતા ગ્રીન કાર્ડ મળી શકે એ માટે બનાવટી લગ્નો કરતા હોય છે. તેઓ જિંદગીભર સાથે રહેવા માટે પતિ-પત્ની તરીકે જીવન ગુજારવા માટે લગ્ન નથી કરતા પણ ગ્રીન કાર્ડ મેળવવા માટે લગ્ન કરે છે. અને ગ્રીન કાર્ડ મળ્યા બાદ તેઓ એ અમેરિકન વ્યક્તિથી છૂટાછેડા લઈ લે છે. એટલે આ એક છેતરપિંડી છે. આ છેતરપિંડીની જાણ થતા અમેરિકાની સરકારે વર્ષ 1986માં ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ આ કાયદો ઘડ્યો. આ કાયદા હેઠળ જે કોઈ પરદેશી અમેરિકન સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક જોડે લગ્ન કરે એને ગ્રીન કાર્ડ પહેલા તો ફ્ક્ત બે વર્ષનું જ આપવામાં આવે. એ બે વર્ષ પૂરા થવાના હોય એટલે એ પરદેશીએ અને એણે જે અમેરિકન સિટીઝન યા ગિન કાર્ડ ધારક જોડે લગ્ન કર્યા હોય એ બેઉંએ સંયુક્ત અરજી કરીને એ જે બે વર્ષનું કંડિશનલ ગ્રીન કાર્ડ હોય એ લંબાવવાની અરજી કરવાની રહે. એ વખતે એમણે દેખાડી આપવાનું રહે કે પાછલા બે વર્ષમાં તે બેઉં પતિ-પત્ની તરીકે જ સાથે રહ્યા હતા અને હવે પણ તેઓ પતિ-પત્ની તરીકે સાથે રહેવાનો ઈરાદો છે. આ વાતની ખાતરી થતા ઈમિગ્રેશન ખાતું એમનું ગ્રીન કાર્ડ કાયમનું કરી આપે. આમાં બહુ છેતરપિંડી થવા લાગી. આવો કાયદો આવ્યો. આ 1986માં જે ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ ઘડવામાં આવ્યો જેની હેઠળ બનાવટી લગ્ન કરનારાઓને પાંચ વર્ષની જેલ અને 50,000 ડોલર સુધીનો દંડ તેમજ અમેરિકાની બહાર દેશ નિકાલ અને ફરી પાછા કોઈ પણ પ્રકારના વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ ન આપવો એવી પાબંધી લાગી જાય. આવું આ કાયદા હેઠળ નક્કી કરવામાં આવ્યું. તે છતાં આજે પણ અનેકો આ રીતે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે બનાવટી લગ્ન કરે છે.
- Advertisement -
આના કારણે અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે બીજી વાર અમેરિકાનું પ્રમુખપદ સંભાળ્યું છે એમણે 1 ઓગસ્ટ, 2025ના એક નવી ગાઈડ લાઈન દાખલ કરી. યુએસસીઆઈએસની જે એક પોલિસી મેન્યુઅલ છે એમાં એમણે ફેમિલી બેઝ ઈમિગ્રન્ટ્સ એના માટે અમુક કડક દાખલો કરી. આની હેઠળ હવેથી જે પરદેશીઓ અમેરિકન સિટીઝનો જોડે યા ગ્રીન કાર્ડ ધારકો જોડે લગ્ન કરશે અને બે વર્ષ પૂરા થાય એટલે એમનું કન્ડિશનલ ગ્રીન કાર્ડ કાયમનું કરવાની અરજી કરશે એમણે એ દેખાડી આપવું પડશે કે એમણે લગ્ન ખરેખર એક પતિ-પત્ની તરીકે સમગ્ર જીવન સાથે ગુજારવા માટે કર્યા છે.આ માટે એમણે ઘણા બધા પુરાવાઓ આપવાના રહેશે. ફોટોગ્રાફ્સ, ફાઈનાન્સિયલ ડોક્યુમેન્ટ્સ, સગાંવ્હાલાં, મિત્રો એ લોકોના સોગંદનામા અને બંને પતિ-પત્નીએ બંનેએ સાથે જ ઈન્ટરવ્યુ આપવા જવું પડશે. પણ અમુક કિસ્સાઓમાં જો અમેરિકન સિટીઝન આ અરજીમાં જોડાવાની ના પાડે કે પછી લગ્ન ખરેખર સાથે જ લગ્ન જીવન ગુજારવા માટે કર્યા હોય પણ લગ્ન કર્યા બાદ કંઈ વિખવાદ ઊભો થયો હોય અને પતિ-પત્ની છૂટા પડી ગયા હો એમણે ડિવોર્સ લીધા હોય તોપણ એ પરદેશી વ્યક્તિ એકલો પણ અરજી કરી શકે છે. પણ એણે દેખાડી આપવું પડશે કે લગ્ન સાચ્ચા હતા બનાવટી નહોતા, ગ્રીન કાર્ડ મેળવવા માટે લગ્ન કર્યા નહોતા. આ જે કાયદો ઘડવામાં આવ્યો છે એના દ્વારા લોકોએ અટકી જવું જોઈએ. બનાવટી લગ્ન કરવા ન જોઈએ. કારણ કે આ કાયદાનો ભંગ કરો ખોટા લગ્ન કરો, ગ્રીન કાર્ડ મેળવવા માટે લગ્ન કરો તો પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. 50,000 ડોલરનો દંડ થઈ શકે છે. કાયમ માટે અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંધી લાગી જાય છે. આમ છતાં અનેકો પરદેશીઓ બનાવટી લગ્નો કરે છે. અને આ તો કાયદો અમેરિકાની સરકાર એમણે શિક્ષા કરે છે. પણ બે વર્ષ પછી જ્યારે સંયુક્ત અરજી કરવાની હોય છે, કન્ડિશનલ ગ્રીન કાર્ડ કાયમનું કરવા માટેની અરજી કરવાની હોય છે ત્યારે એ અમેરિકન સિટીઝન યા ગ્રીન કાર્ડ ધારક એ પરદેશીને બ્લેકમેલ કરે છે અને કહે છે કે ‘મને હવે આટલા વધારાના ડોલર આપો તો જ હું તમારી જોડે આ સંયુક્ત અરજી કરવામાં જોડાઉં.’
આમ બનાવટી લગ્નો કરવામાં ખૂબ ભય રહેલો છે. તેમ છતાં અમેરિકાનું આકર્ષણ એટલું બધુ છે કે અનેકો આવા બનાવટી લગ્નો કરે કહ, કરતા હતા અને હજુ પણ કરે છે. ગુજરાત મિત્રના વાચકો, તમે આવી છેતરપિંડી નહીં આચરતા. આવા બનાવટી લગ્નો નહીં કરતા. કારણ કે આવું ખોટું કરનારાઓનું પરિણામ અંતમાં બૂરું જ આવે છે. તો હમેશાં કાયદા પ્રમાણે જ ચાલો અમેરિકા સારો દેશ છે. ત્યાં જવા જેવુ છે, રહેવા જેવુ છે, ત્યાં ઉત્તમ તકો પ્રાપ્ત થાય છે. પણ જો તમે છેતરપિંડી આચરીને અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરશો તો તમારી હાલત બહુ જ ભૂંડી થશે અને અમેરિકાના હાલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એ તો આવી બાબતોમાં ખૂબ જ કડક વલણ ધરાવે છે. એટલે તમે જો આ મેરેજ ફ્રોડ કરશો તો જેલમાં જવું પડશે. અને અમેરિકા જેટલો સારો દેશ છે એટલી જ ત્યાંની જેલો ખરાબ છે. તો વાચકમિત્ર, અમેરિકા જવું હોય તો કાયદેસર જજો. બનાવટી લગ્ન કરી ત્યાં ન જતા નહીં તો આ ઈમિગ્રેશન મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ ઓફ 1986 અને હમણાં જ 1 ઓગસ્ટ જે યુસીસની પોલિસી મેન્યુઅલમાં ફેમિલી બેઝ ઈમિગ્રન્ટ્સ માટે નવી ગાઈડ લાઈન્સ દાખલ કરવામાં આવી છે. આ કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યો છે એ તમને નડશે અને તમારું અમેરિકન સપનું રગડોળાઈ જશે.



