NGO મારફત કરોડો રૂપિયા એકત્ર કરીને દુરુપયોગ કરવાનો આરોપ
ખાસ-ખબર સંવાદદાતા
નર્મદા બચાવ આંદોલનના નેતા મેધા પાટકર સહિત 11 લોકો સામે છેતરપિંડી અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને મધ્યપ્રદેશના બડવાની પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મુદ્દા પર ભારે ચર્ચા જાગી ગઇ છે.
- Advertisement -
જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે તે બધા લોકો દ્વારા એનજીઓ ચલાવવામાં આવે છે અને આદિવાસી બાળકોની શિક્ષણની વ્યવસ્થા તથા સામાજિક કાર્યો ના નામ પર રૂપિયા 13.5 કરોડ જેવી જંગી રકમ ડોનેશન તરીકે મેળવવામાં આવી છે.
આરોપ મુકવામાં આવ્યો છે કે આટલી જંગી રકમનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને પોતાના અંગત સ્વાર્થ માટે ઉપરોક્ત લોકોએ રકમ ખર્ચ કરી દીધી છે. આ બધી રકમનો ઉપયોગ રાજકીય પ્રવૃત્તિઓ માટે અને વિરોધ પ્રદર્શન માટે વાપરવામાં આવી છે અને એમ કરીને છેતરપિંડી કરવામાં આવી છે.