ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટરને આબુ રોડથી દબોચી લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટમાં નાના મવા ચોક ખાતે આવેલા ટીઆરપી ગેમઝોનમાં લાગેલી ભયંકર આગમાં 32 વ્યક્તિના થયેલા મોતની કમકમાટી ભરી ઘટના અંગે તાલુકા પોલીસ મથકમાં ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીત રાઠોડ સામે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, મેનેજર નિતીન જૈન અને ગોંડલના રાહુલ લલીત રાઠોડની ધરપકડ કરી હતી. જેમાનો એક આરોપી ધવલ ઠક્કર રાજસ્થાનના આબુ રોડ ઉપર હોવાની બાતમીના આધારે પોલીસે ઉઠાવી લીધો હતો.
પોલીસે ઝડપાયેલા આરોપી ધવલ ઠક્કરને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે સ્પે. પી.પી. તુષાર ગોકાણી, બાર એશો.ના પ્રમુખ બકુલ રાજાણી દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્યાને લઈ અદાલતે આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો.
રાજકોટ ગેમ ઝોનના આરોપીનું અગ્નિકાંડમાં મોત
- Advertisement -
અમદાવાદ માતાના સેમ્પલ સાથે DNA મેચ થયા: વહેલી સવારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો
રાજકોટનાના ટીઆરપી ગેમ ઝોનમાં જેને આરોપી ગણવામાં આવ્યો હતો તે પ્રકાશ જૈનનું પણ આગમાં હોમાઈ જતાં મોત થયાનો ધડાકો થયો છે ગઈકાલે માતાએ આપેલ સેમ્પલ ડીએનએ સાથે મેચ થઈ જતાં સરકારે મૃત જાહેર કર્યો હતો અને આજે વહેલી સવારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈન વિશે ગઈકાલે મોટો ખુલાસો થયો હતો. આ આગકાંડમાં પ્રકાશ પોતે પણ ભડથું થઇ ગયો હતો. ગાંધીનગર FSLમાંથી મળેલી માહિતી પ્રમાણે પ્રકાશ જૈનનું આ અગ્નિકાંડમાં મોત થયું છે. પ્રકાશના ભાઈ જિતેન્દ્ર હિરણે 27મી તારીખે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને પોતાનો ભાઇ ગુમ થયો હોવાનું કહ્યું હતું. ત્યાર પછી પોલીસે તેની માતા વિમલાદેવીના સેમ્પલ લઇને ગાંધીનગર FSLમાં ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા. ગાંધીનગર ઋજકએ કરેલા ટેસ્ટિંગમાં આ ઉગઅ પ્રકાશનાDNA સાથે મેચ થતાં હોવાનું ખૂલ્યું હતું. જેના કારણે આ દુર્ઘટનામાં આરોપી પ્રકાશનું પણ મોત થયું હોવાનું સ્પષ્ટ થઇ થયું છે. જોકે આજે આરોપી પ્રકાશ હિરણનો મૃતદેહ વહેલી સવારે 6 વાગ્યે પરિવારજનોએ સ્વીકાર્યો છે.