સ્થાપના કાળથી વી.વી.પી.ના કુલ 80 વિદ્યાર્થીઓને યુનિવર્સીટી ગોલ્ડ મેડલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
“રાષ્ટ્રાય સ્વાહા ઈદં ન મમ- મારું બધુ જ મારા રાષ્ટ્રને અર્પણ” મૂળમંત્ર સાથે કાર્યરત રાજકોટની વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના ચાર વિદ્યાર્થીઓને તાજેતરમાં જીટીયુ દ્વારા પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં ગોલ્ડ મેડલ મળ્યા છે.
આ સાથે વી.વી.પી. ના વિદ્યાર્થીઓને મળેલ યુનિવર્સીટી ગોલ્ડ મેડલની સંખ્યા 80 પર પહોંચી છે.
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ કુ. ધ્રુવી પોકલ (ઇલેકટ્રોનીક્સ એન્ડ કોમ્યુનીકેશન), શ્રી કેવીન નાકરાણી (કેમીકલ), શ્રી ઓમ ચાવડા (ઇલેકટ્રીકલ) અને શ્રી કિશન ઝીલકા (બાયોટેકનોલોજી) ને તાજેતરમાં જીટીયુ દ્વારા પ્રસિદ્ધ થયેલા પરિણામોમા ગોલ્ડ મેડલ મળ્યા છે. ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓએ પોતાની સફળતાનો શ્રેય વી.વી.પી. દ્વારા આપવામાં આવતા શિક્ષણ અને સાથે સહશૈક્ષણિક પ્રવૃતિઓને આપતા જણાવ્યુ હતું કે એન્જીનીયરીંગમાં ડિગ્રી કે ડીપ્લોમા અભ્યાસ તો માત્ર વી.વી.પી.માં જ કરાય.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 1996થી શરૂ થયેલ વી.વી.પી. ઇજનેરી કોલેજના વિદ્યાર્થીઓએ આજ સુધીમાં કુલ 80 ગોલ્ડ મેડલ્સ મેળવેલ છે.
આ તકે સંસ્થાના ટ્રસ્ટીઓશ્રી કૌશિકભાઈ શુકલ ડો. સંજીવભાઈ ઓઝા શ્રી હર્ષલભાઈ મણીઆર ડો. નરેન્દ્રભાઈ દવે ડો. નવિનભાઇ શેઠ આચાર્ય ડો. પિયુષભાઇ વણઝારા, તમામ વિભાગના વડાશ્રીઓ તથા સમગ્ર કર્મચારી ગણ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં તથા વી.વી.પી. એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતાં રહે અને ગોલ્ડ મેડલ્સ પ્રાપ્ત કરવાની પરંપરા જાળવી રાખે તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવેલ છે.