લીંબડીના શિયાણીનો પરિવાર સોમનાથ પિતૃકાર્ય માટે જતો હતો ને દુર્ઘટના સર્જાઈ: 16 ઈજાગ્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પિકઅપ વાન ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓનાં મોત થયાં છે. જ્યારે 16 લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃકાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પિકઅપમાં સવાર 20 લોકો પૈકી બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે 18 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એક મહિલાનું ચોટીલા સરકારી હોસ્પિટલમાં અને એક મહિલાનું રાજકોટ સરકારી હોસ્પિટલમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ રેથરિયા કોળી પરિવારની સગી દેરાણી જેઠાણી છે. મધરાતે થયેલા આ ગંભીર અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક અકસ્માત સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃકાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મૃતકોનાં નામ
મગજીબેન ગોબરભાઈ રેથરિયા
ગૌરીબેન પાંચાભાઈ રેથરિયા
મંજુબેન ઘનશ્યામભાઈ રેથરિયા
ગલાલબેન કાળુભાઈ રેથરિયા
ઈજાગ્રસ્તોનાં નામ
મનજીભાઈ સગુભાઈ રેથરિયા (ઉવ 68 રે. શિયાણી)
ગોબરભાઈ લક્ષ્મણભાઈ રેથરિયા (ઉવ 70 રે. શિયાણી)
મઘજીબેન ગોબરભાઈ રેથરિયા (ઉવ 70 રે. શિયાણી)
ચિકાભાઈ શંકરભાઈ રેથરિયા (ઉવ 60 રે. દેવળિયા)
કરમશીભાઇ દેવાભાઇ જતાપરા (ઉવ 60 રે. જાપોદર)
રાહુલભાઇ ખોડાભાઇ રેથરિયા (ઉવ 24 રે. શિયાણી)
બટુકભાઈ ગંગારામભાઈ જમોદરા (ઉવ 65 રે. શિયાણી)
ગણપતભાઇ કાળુભાઇ રેથરિયા (ઉવ 46 રે. શિયાણી)
ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ રેથરીયા (ઉવ 60 રે. શિયાણી)
રમેશભાઈ ઘનશ્ર્યામભાઈ રેથરિયા (ઉવ 32 રે. શિયાણી)
ભરતભાઈ ગોબરભાઇ રેથરિયા (ઉવ 50 રે. શિયાણી)
ગીતાબેન દશરથભાઈ રેથરિયા (ઉવ 45 રે. શિયાણી)
દશરથભાઈ ગોબરભાઈ રેથરિયા (ઉવ 46 રે. શિયાણી)
માવજીભાઇ કાળુભાઇ રેથરિયા (ઉવ 54 રે. શિયાણી)
રંજનબેન ખોડાભાઇ રેથરિયા (ઉવ 37 રે. શિયાણી)
વિશાલભાઈ રાજુભાઈ કાણોતર (ઉવ 30 રે. કુડલા)