અધિકારીઓની ધરપકડ થતા આઇપીસી 36નો ઉમેરો થશે: આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે
રાજકોટમાં એસીબીની પાંચ ટીમો ઉતરી, મનપા કચેરીમાં કમિશનર ઓફિસ, TPO સાગઠિયા, ATPO જોષી, ATPO મકવાણા અને ફાયર અધિકારીઓ ખેર અને ઠેબાની ચેમ્બરો તપાસી: રહેણાંકો ઉપર પણ સર્ચ કરાયું
- Advertisement -
ટીઆરપી અગ્નિ કાંડમાં આરએમસીના ચાર અધિકારીઓની ધરપકડ થઈ છે. ઉપરાંત એસીબી ટીમોએ આખી રાત સર્ચ કર્યું હતું. રાજકોટમાં એસીબીની પાંચ ટીમો ઉતરી હતી. મનપા કચેરીમાં કમિશન ઓફિસ, ટીપીઓ સાગઠિયા, એટીપીઓ જોષી, એટીપીઓ મકવાણા અને ફાયર અધિકારીઓ ખેર અને ઠેબાની ચેમ્બરો તપાસી હતી. અધિકારીઓની ધરપકડ થતા આઇપીસી 36નો ઉમેરો થશે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.
ટીઆરપી અગ્નિકાંડના 27 લોકોના મોતની સત્તાવાર જાહેરાત બાદ ગઈકાલે સાંજે ક્રાઈમ બ્રાંચે ટીપીઓ એમ.ડી. સાગઠીયા, એટીપીઓ મુકેશ મકવાણા અને ગૌતમ જોશી, તેમજ કાલાવડ રોડ ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ કરી હતી. અધિકારીઓની સદોષ માનવ વધના ગુનામાં અંશત: મદદગારી ગણી આઇપીસી કલમ 36નો ઉમેરો કરવામાં આવશે. કલમ ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કરાશે. ઉપરાંત ધરપકડ કરાયેલા અધિકારીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે.
આ તરફ એસીબીની પાંચ ટીમોએ ગઈકાલે સાંજથી રાજકોટમાં ધામાં નાખ્યા હતા. એસીબી ટીમોએ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુ. કમિશનર ઓફિસ, ટીપીઓ સાગઠિયાની ઓફિસ, એટીપીઓ જોષીની ઓફિસ, એટીપીઓ મકવાણાની ઓફિસ, ફાયર અધિકારીઓ ખેરની અને ઠેબાની ચેમ્બરો તપાસી હતી. અમુક ફાઈલો કબ્જે કર્યાનું પણ જાણવા મળે છે. ઉપરાંત રહેણાંકો ઉપર પણ સર્ચ કરાયું હતું. આ દરમિયાન પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમો પણ સાથે હતી. આખી રાત સર્ચ ચાલ્યું હતું. કંઈ હાથ લાગ્યું કે નહીં તે જાહેર થયું નથી.